તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વળી ફેરફાર : ચેટીચાંદની રજા 29 માર્ચે રહેશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચેટીચાંદ નિમિત્તે અગાઉ રજા તા.29 માર્ચે જાહેર થયેલી અને તેમાં ફેરફાર કરી બાદમાં રજા 28 માર્ચે જાહેર કરાયેલી પણ હવે સરકારના જાહેરનામા મુજબ ચેટીચાંદની રજા તા.29 માર્ચે કરવામાં આવતા વળી પાછો ફેરફાર કરી હવે પરીક્ષા તા.28 માર્ચે લેવામાં આવશે અને તા.29 માર્ચે જાહેર રજા રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ અધ્યક્ષના જણાવ્યા મુજબ માર્ચ,2017ની ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. તેમાં ગુજરાત રાજ્ય સરકારના સામાન્ય વિભાગના જાહેરનામા પ્રમાણે પેટીચાંદના પર્વની રજા તા.29 માર્ચને બુધવારે જાહેર કરવામાં આવી છે. જે મુજબ તા.29 માર્ચને બુધવારે યોજાનારી બોર્ડની ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ તા.28 માર્ચને મંગળવારે જે તે સમયે અને નિયત કરેલા પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાશે. જેની તમામ સંબંધિત ઉમેદવારો, વાલીઅો અને સ્થળ સંચાલકો તથા આચાર્યોને નોંધ લેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો