તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જનજાગૃતિ પ્રવાસ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચક્ષુદાનઅને દેહદાન અંગે લોકોમાં જાગૃતિ કેળવવાની ભાવના સાથે ભાવનગરના પાંચ સમાજસેવકો તા.24 માર્ચને શુક્રવારથી વિશ્વ પ્રવાસે રવાના થશે.

ભાવનગરના વતની�ઓ એસ.ડી. રાવળ, કરશનભાઇ ડાંગર, દીપક વ્યાસ, એમ.એન.ટાંક અને હમીરભાઇ ચાવડાએ વિશ્વના 5 ખંડોના 58 દેશોનો પ્રવાસ કરવાની યોજના તૈયાર કરી છે. પ્રવાસ માટે એક મિની બસની ખરીદી કરી છે તેમાં રહેવા, ખાવા અને જમવાની સુવિધા�ઓ છે. જ્યારે ચંદ્રેશ્વર મહાદેવ અને ગંગાજળીયા કાર્નીવલમાં સક્રિય રહેલા હિતેશભાઇ વ્યાસ (પેઇન્ટર)ના મોટાભાઇ દીપકભાઇ વ્યાસ પણ પ્રવાસમાં જોડાનાર છે.

પ્રવાસનો આરંભ પૂર્વના થઇને એશિયાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ યુરોપ, આફ્રિકા, અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડોનો પ્રવાસ પૂર્ણ કરાશે અને સમગ્ર આયોજનને પૂર્ણ કરાતા 375 દિવસનો સમયગાળો લાગશે. વ્યવસ્થા માટે એસ.ડી.રાવલે વિઝાની પ્રક્રિયા પૂર્ણ કરી છે અને તમામ ખર્ચ સભ્યોએ ભોગવ્યો છે. તા.24 માર્ચને શુક્રવારે સાંજે 5 કલાકે ઔદિચ્ય જ્ઞાતિની વાડી, સિંધુનગરથી પ્રવાસને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. સાંસદ ભારતીબહેન, ધારાસભ્ય વિભાવીબહેન દવે, પ્રતાપભાઇ શાહ વિ. ઉપસ્થિત રહેશે.

મિની બસમાં ખેડશે પાંચ ખંડોનો પ્રવાસ

મિનીબસમાં પાંચ ભાવનગરી�ઓ બેસીને પાંચ ખંડો અને તેેેેના 58 દેશોનો પ્રવાસ ખેડશે. બસમાં ડિઝલ ચૂલાથી ચાલતુ રસોડું, ઉપર પાણીવાળો બાથરૂમ વિ. સુવિધા છે. જ્યાં બસને દોડવા માટે માર્ગ સેવા નહીં હોય તો દરિયાઇ સેવાનો ઉપયોગ કરાશે.

ચક્ષુદાન-દેહદાનની જાગૃતિ માટે કરશે વિશ્વ પ્રવાસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો