તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘટતી આવક, કનેકશન બાબતે અધિકારીઓને GMએ તતડાવ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીએસએનએલદ્વારા ખાનગી કંપનીઓને હરિફાઇને ખાળવા માટે તેઓના કર્મચારીઓને ઢંઢોળવાની શરૂઆત કરી છે. ભાવનગરનો હવાલો સંભાળી રહેલા જનરલ મેનેજરે આજે તેઓની ભાવનગર બીએએનએલની મુલાકાત દરમિયાન ઘટતી આવક અને લેન્ડલાઇન, બ્રોડબેન્ડની સંખ્યા બાબતે તમામ અધિકારીઓનો ઉધડો લીધો હતો અને આગામી 3 માસમાં સ્થિતિમાં બદલાવ લાવવા લક્ષ્યાંકો ઠપકાર્યા છે.

ભાવનગર ખાતેની લેન્ડલાઇનની નિયત સંખ્યાથી નીચે જતી રહેતા અહીંની જનરલ મેનેજરની પોષ્ટ નાબૂદ થઇ ગઇ છે. અમદાવાદથી આજે ભાવનગરની મુલાકાતે આવેલા જનરલ મેનેજર દેવેશકુમારે તમામ અધિકારીઓની એક મીટિંગ બોલાવી હતી, અને ગત વર્ષની સરખામણીએ કેવી રીતે લેન્ડલાઇનની સંખ્યા અને આવક ઘટી રહી છે, વર્ષ દરમિયાન કર્મચારીઓએ શું પ્રયાસ કર્યા તે તમામ બાબતોએ પ્રશ્નોની જડી વરસાવી હતી, અધિકારીઓ અનુત્તર રહ્યા હતા.

દેવેશકુમારે તમામ અધિકારીઓને આવક વધારવાના, ખર્ચ કાબૂમાં રાખવાના અને લેન્ડલાઇન, બ્રોડબેન્ડની સંખ્યામાં આગામી 3 મહિનામાં 1હજાર કનેકશન વધારવા માટે તાકીદ કરી હતી.

એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે...

ખાનગીકંપનીઓની ગળાકાપ હરિફાઇ વચ્ચે બીએસએનએલની પરિસ્થિતિ દિન-પ્રતિદિન સુધરવાને બદલે જર્જરીત બનતી જાય છે. લેન્ડલાઇનની સંખ્યા વધારવાના પ્રયાસો હાથ ધરવામાં આવે તો મેનટેનન્સના પ્રોબ્લેમ્સ સર્જાય છે. સારી સ્કીમો વડે ગ્રાહકોને ખેંચવાનો પ્રયાસ કરવામાં આવે તો નેટવર્કના ફાંફા પડે છે, આમ BSNLને એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ થાય છે.

આગામી ત્રણ માસમાં 1000 લેન્ડલાઇનના ટારગેટ ઠપકાર્યા

લક્ષ્યાંક| BSNLના જનરલ મેનેજર આકરાપાણીએ થયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો