તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મ્યુ. શાળાઓમાં ફાયર સેફ્ટીનો અભાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર |21 માર્ચ

ભાવનગરમ્યુ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો ભગવાન ભરોસે છે, 55 પૈકીની 37 શાળાઓ એવી છે કે, ત્યા સંભવિત કોઇ આગની ઘટના ઘટે તો તેનંુ નિયંત્રણ કરવાની કોઇ સુવિધા નથી, મતલબ કે અગ્નિ શામક સાધનો નથી!! જ્યા જુની બોટલો છે, તેમાં પણ મોટા ભાગની બોટલો એક્સપાયરી ડેઇટ જતી રહી છે!! જોકે કઇ કઇ શાળાઓમાં અગ્ન શામક સાધનો એક્સપાયરી ડેઇટ થઇ ગયા તેની જાણ સુધ્ધા જવાબદાર તંત્રને નથી.

કોર્પોરેશનની અાર્થિક સ્થિતિ ભલે ડામાડોળ હોય, પણ કચેરીમાં સુવિધાઓ વધારવા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં અાવે છે, પરંતુ નવાઇની વાત છે, જે શાળામાં ભુલકાઓ અભ્યાસ કરી રહ્યા છે, ત્યા તેની સલામતી માટે શાસકો કે તંત્રના પેટનંુ પાણી હલતંુ નથી!!

છેલ્લા ઘણા વર્ષોથી શાળાઓનંુ શિક્ષણ કથળી રહ્યંુ છે, તેની સામે સ્થળ પર સવલતો આપવામાં પણ તંત્ર નિષ્ફળ ગયંુ છે, અન્ય સલવતો ઉભી થાય કે થાય પણ જેમાં જીવનંુ જોખમ હોય તેવી બાબતે પણ અમલદારોને કોઇ ગંભીરતા નથી.

મોટા ભાગની શાળાઓમાં આગને બુઝાવવા માટે કોઇ પણ પ્રકારના સાધનો નથી!! બજેટમાં રૂપિયા 4 લાખની ફાળવણી કરી છે, પણ તે સુવિધા કયારે ઉભી થશે તેતો સમય કહેશે.

નવાઇની વાત તો પણ છે કે, તમામ 55 શાળાના દસ્તાવેજ જે કચેરીમાં પડ્યા છે. તે નવાપરા ખાતેની શાસનાધિકારીની કચેરીમાં કોઇ અાગ લાગે તો તેને બુજાવવાના કોઇ સાધનો કે સુવિધા નથી !! મહત્વના દસ્તાવેજોમાં આકસ્મિક આગનો બનાવ બનશે તો તેના માટે કોણ જવાબદાર હશે તેવો સવાલ શિક્ષક જગતમાંથી ઉઠ્યો છે.

લોલમલોલ | મ્યુ. શિક્ષણ સમિતી સંચાલિત 55 પૈકી 37 શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના ભૂલકાઓ ભગવાન ભરોસે !! જ્યાં અગ્ન શામક બોટલો છે, તેમાં પણ એક્સપાયર ડેઇટ થઇ ગઇ !!

તસવીર - અજય ઠક્કર

બજેટમાં રકમ તો ફાળવી પણ કામના ઠેકાણા નથી!!

શાળાઓમાંઆપતી નિવારણનંુ હેડ ઉભંુ કરીને રૂપિયા 4 લાખની ફાળવણી કરવામાં અાવી છે. પરંતુ નવાઇની વાત તો છે કે, માર્ચ પૂર્ણ થવામાં હવે ગણ્યા ગાઠ્યા દિવસો બાકી છે, તેમ છતા અા કામને કોઇ ગતિ અાપવામાં અાવી નથી. કામના કોઇ ઠેકાણા નથી.

3 મહિનામાં સુવિધા ઉભી થઇ જશે

^અત્યારસુધી સુવિધા હતી, પણ હવે કોઇ પણ સંજોગોમાં વધીને ત્રણ મહિનામાં તમામ શાળાઓમાં રેતી ભરેલી ડોલ સહિત ફાયરના સાધનો મુકી દેવાશે, આગનો કોઇ બનાવ તો નથી બન્યો,તેમ છતા સુવિધા આપવી જોઇએ, તે અમે કોઇ પણ સંજોગોમાં આપીશંુ.> નિલેશરાવલ, ચેરમેન,શિક્ષણ સમિતી

17 હજારબાળકો ફાયર સેફ્ટી વગરના

26 હજારબાળ વિદ્યાર્થીઓ

37 શાળામાંફાયર સુવિધા નથી

55 શાળાશિક્ષણ સમિતી સંચાલિત

ફેક્ટ

ફાઇલ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો