Home » Saurashtra » Latest News » Bhavnagar City » ઘોઘાગેટ ખાતે કિસાનસભા, સીટુ દ્વારા સત્યાગ્રહ યોજાયો

ઘોઘાગેટ ખાતે કિસાનસભા, સીટુ દ્વારા સત્યાગ્રહ યોજાયો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:50 AM

કાર્યક્રમ | 14 ઓગસ્ટે શહીદોની યાદમાં જાગરણ

  • ઘોઘાગેટ ખાતે કિસાનસભા, સીટુ દ્વારા સત્યાગ્રહ યોજાયો
    અખિલ ભારતીય કિસાન સભા અને સેન્ટર �ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ દ્વારા ખેડૂતો તેમજ શ્રમજીવી�ઓની પડતર માંગણી�ઓ પ્રત્યે સત્તાધીશોની ઉદાસીનતાના વિરોધમાં શહેરના ઘોઘાગેટ ખાતે સત્યાગ્રહ કરી જેલ ભરો કાર્યક્રમ યોજાયો હતો. તા. 14મી �ઓગસ્ટે શહીદો ભગતસિંહ અને સુખદેવ રાજયગુરૂને યાદ કરી સાંજે 7 થી 10 જાગરણ કરાશે. તા.5મી સપ્ટેમ્બરએ દિલ્હી ખાતે મઝદૂર કિસાન રેલી તથા મહાપડાવ યોજાશે જયા આગામી કાર્યક્રમો જાહેર કરાશે.

    ખેડૂતોની દેવામાફી, સ્વામીનાથન કમિશનની ભલામણ મુજબ ખેત પેદાશોની પડતર કિંમતના દોઢા ભાવ આપવા અને વચગાળીયા�ઓને દૂર કરી સટ્ટાબજારી બંધ કરવા ખેડુતોને પેન્શન આપવા, ખાતર, બિયારણ અને સિંચાઇ વિજળીની સબસીડી આપવાની માંગણી તથા શ્રમજીવી�ઓની લઘુતમ વેતન રૂા 18000 કરવા આંગણવાડી, આશા, મધ્યાન્હ ભોજન કર્મી�ઓને કાયમી કરવા, ખાનગીકરણ બંધ કરવા, કોન્ટ્રાકટ ફિકસ પગાર, આઉટ સોર્સીંગ બંધ કરવા તમામને રૂા 3000 પેન્શન આપવા, રેલવે, બેન્ક, એલ.આઇ.સી. અને એસ.ટી.બસોનું ખાનગીકરણ બંધ કરવાની માંગ સાથે રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરાયેલ છે. આજે ભારત છોડોના આઝાદી આંદોલનના ઐતિહાસિક દિવસે દેશભરમાંથી ખેડૂતો લાખોની સંખ્યામાં જેલભરો કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ