કૃષિ જમીનના વ્યાજબી વાંધા ઉકેલાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેટેલાઇટઇમેજથી જમીન માપણી કરવામાં આવી રહી છે, જે અંતિમ તબક્કામાં છે. ભાવનગર સહિત રાજ્યના તમામ ખેડૂતો અંગે ભારે અસમંજસતામાં છે. જો કે રાજ્ય સરકારે બાંહેધરી આપી છે કે ખેડૂતોની જમીન અંગેના વાજબી વાંધા ઉકેલવામાં આવશે.

રાજ્યના 1.25 કરોડ સર્વે નંબરોની ઓનલાઇન સેટેલાઇટ મેપિંગ કરવામાં આવ્યુ છે. જે પૈકી 96% કામગીરી પૂર્ણ પણ કરવામાં આવી છે. સેટેલાઇટ ઇમેજથી જમીન માપણી અયોગ્ય રીતે થઇ રહી હોવાનો કચવાટ ખેડૂતોમાં છે.

1.23 લાખ ખેડૂતોની જમીનના માપ, ક્ષેત્રફળ, આકાર, નામ અંગે સંખ્યાબંધ ભૂલો છે. ઉપરાંત ઇ-ધરા કેન્દ્રોમાં 7/12 અને 8/અના ઉતારાની નકલોમાં પણ ભૂલો રહેલી છે. ખેડૂતોની જમીનોની વધઘટ અંગેના યોગ્ય કારણો દર્શાવાતા નથી, હદ-નિશાન કરવામાં આવતા નથી, ઉપરાંત પ્રમોલગેશનની કામગીરી પણ ખેડૂતોની જાણ વિના બારોબાર કરવામાં આવતી હોવાના હોબાળા મચી રહ્યા છે.

હૈદરાબાદની સીકોન પ્રા. લિ. અને આઇઆઇસી ટેકનો પ્રા. લિ.ને ગુજરાતમાં સેટેલાઇટ દ્વારા જમીન માપણીનો કોન્ટ્રાક્ટ 63 કરોડમાં આપવામાં આવ્યો હતો.

ખેડૂતોની જમીનો અંગેના વાંધાઓ બાબતે તાજેતરમાં વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં ઉત્તર વાળતા રાજ્યના મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ તાજેતરમાં જણાવ્યુ હતુકે, રાજ્યમાં 7.45 વાંધા અરજીઓ મળી હતી તે પૈકી 6.80 લાખ અરજીનો અત્યાર સુધી નિકાલ કરવામાં આવ્યો છે. જેથી ખેડૂતોની જમીન અંગેના વ્યાજબી વાંધાઓનો ઉકેલ આવશે તે નિશ્ચિત છે.

ગુજરાત રાજ્યમાં 1.25 કરોડ સર્વે નંબરોની કામગીરી 96% પૂર્ણ

શંકા-કુશંકા | સેટેલાઇટ માપણીમાં વ્યાપક ગોટાળાની શંકા

અન્ય સમાચારો પણ છે...