RTOના અરજદારો જાણી શકશે કામગીરીનું સ્ટેટસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | આરટી�ઓમાં હવે 1 એપ્રિલથી વાહન-4 નામના સોફ્ટવેરનું આગમન થશે અને અરજદારોની અનેક સમસ્યા�ઓનો અંત આવશે. આરટીઓમાં કઇ બાબતની પ્રક્રિયા કઇ રીતે થઇ રહી છે તેની લોકોને ખબર નથી પડતી એવી છાપ પણ સોફ્ટવેર ભૂસી નાખશે કારણ કે સોફ્ટવેર આવતાં જે-તે પ્રક્રિયા ક્યાં પહોંચી છે તેની જાણકારી આપતા એસએમએસ મળતા થઇ જશે.

સોફ્ટવેર વાહન-4 આવતાંની સાથે પેમેન્ટ પણ �ઓનલાઇન થઇ જશે એટલે લોકોને લાંબી લાંબી લાઇનોમાં ઉભા રહેવાની કડાકૂટમાંથી મૂક્તિ મળી જશે. આરટી�ઓ ઇન્સ્પેક્ટર અંકિત શાહે કહ્યું કે અરજદાર પોતાની અરજીનું સ્ટેટસ માત્ર એસએમએસથી નહીં, વેબસાઇટ પર ઇન્વર્ડ નંબર નાખીને પોતાની અનુકૂળતા પ્રમાણે પણ જાણી શકશે. તમામ સ્ટેટસ લોકોને પોતાની સહુલીયત અનુસાર જાણવા મળશે.

અન્ય સમાચારો પણ છે...