તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • શનિ મંગળ દોષ ધરાવતા યુવક, યુવતિ માટે જીવનસાથી સંમેલન

શનિ-મંગળ દોષ ધરાવતા યુવક, યુવતિ માટે જીવનસાથી સંમેલન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ જયોતિષ શાસ્ત્રની દ્રષ્ટીએ લગ્નજીવનમાં શનિ અને મંગળનુ ખૂબજ મહત્વ છે. તેથી જન્માક્ષરમાં શનિ, મંગળનો દોષ ધરાવતા સમગ્ર ગુજરાત તેમજ મુંબઇના સર્વ જ્ઞાતિના ગ્રેજયુએટ તેમજ ઉચ્ચ ડીગ્રી ધરાવતા 300થી વધારે ઉમેદવારો માટે જીવનસાથી પસંદગી સંમેલનનુ આયોજન અનુબંધ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ છે. આ જીવનસાથી પસંદગી સંમેલન આગામી તારીખ 8-7-2018ને રવિવારના રોજ મેહંદી નવાઝ જંગ હોલ શેફાલી સેન્ટર સામે પાલડી ચાર રસ્તા અમદાવાદ મુકામે કરવામાં આવેલ છે. શનિ, મંગલ દોષ ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ બાયોડેટા, ફોટો અને જન્માક્ષરની ઝેરોક્ષા કોપી સાથે સંમેલનમાં બપોરે 2 કલાકે હાજર રહેવુ વધુ વિગત માટે નટુભાઇ પટેલ 9825185876નો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...