તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાં અકસ્માતમાં બેના મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર ¿ ભાવનગર | 26 સપ્ટેમ્બર

શહેરમાંબનેલી વાહન અકસ્માતની જુદી-જુદી બે ઘટનામાં વૃદ્ધ અને યુવકનાં મોત િનપજ્યા હતા.

ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ શહેરનાં આખલોલ જકાતનાકા પાસે આવેલ ઈન્દીરાનગરમાં રહેતા દે.પૂ. અનીલભાઈ રમેશભાઈ પનારા (ઉં.વ.19) ચિત્રા જીઆઈડીસી પાસેથી પોતાના બાઈક પર જતાં હતા તે વખતે બાઈક સ્લીપ થતાં અને ગંભીર ઈજા પહોંચતા તેઓનું મોત િનપજ્યું હતું.

જ્યારે બીજા બનાવમાં શહેરનાં ઘોઘારોડ, લીમડીયુવાળી સડક વિસ્તારમાં રહેતા વૃદ્ધ ધુડાભાઈ જેરામભાઈ વાઘેલા (ઉં.વ.60)કાળાનાળા, માફક પાન હાઉસ પાસેથી પસાર થતાં હતા તે વખતે અજાણ્યા વાહનચાલકે તેઓને અડફેટે લેતા અને ઈજા પહોંચતા સારવાર્થે સર ટી.હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું કરૂણ મોત િનપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...