તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • આયોજન િવહોણું દીપક ચોક સર્કલ અંતે હવે નાનું બનાવાશે

આયોજન િવહોણું દીપક ચોક સર્કલ અંતે હવે નાનું બનાવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાદિપક ચોકમાં મહાનગરપાિલકાએ લાખો રૂપિયાના ખર્ચે આયોજન વિહોણુ િવશાળ સર્કલ બનાવી છેલ્લા બે વર્ષથી યથાવત સ્થિતિમાં પડ્યું છે. જેને કારણે આનંદનગર, િતલકનગર, ખેડૂતવાસ સહિતના િવસ્તારોના 50,000થી વધુ લોકો હાડમારી ભોગવતા હતા. અંતે તંત્રની આંખ ખુલતા નાનુ સર્કલ બનાવવાનો િનર્ણય કરાયો છે. જે કોર્પોરેશનના અણઘડ આયોજનનો નમૂનો છે.

શહેરના દિપકચોક ખાતે કોર્પોરેશને વિશાળ સર્કલ ખડકી દીધુ. કોર્પોરેશને તમામ બાબતો બેધ્યાન કરી મસમોટું સર્કલ ખડકી દીધુ હતું. છેલ્લા અઢી વર્ષથી ખડકાયેલા સર્કલના ખોખાને કારણે અસામાજિક પ્રવૃત્તિઓનો પણ વ્યાપ વધ્યો છે.

વિશાળ દિપક ચોક સર્કલને કારણે આનંદનગર, ગુણાતીતનગર, ખેડૂતવાસ, મહાવીરનગર, આંબેડકરનગર, તિલકનગર, બોરડીગેટ અને ઉત્તર કૃષ્ણનગરની 50 હજારથી વધુ જનતા હાડમારી ભોગવી રહી છે. નાગરીકોને ત્રાસદાયક બનેલા સર્કલને હટાવવા ભાજપ અગ્રણી કિશોર ભટ્ટ સહિતના આગેવાન, વસાહતીઓએ પણ કમિશનર અને અધિકારીઓને સતત રજૂઆત કરી હતી. અંતે કોર્પોરેશનને પોતાની ભૂલ સમજાઈ હોય તેમ વિશાળ સર્કલને નાનુ બનાવવાનો િનર્ણય કરાયો છે. કોર્પોરેશન અમૃત સીટી યોજના અંતર્ગત દિપકચોક સર્કલને રૂા.48 લાખના ખર્ચે ડેવલપ કરશે નવું સર્કલ 20-20 ફૂટ નાનુ બનશે જેથી સર્કલ ફરતે 90 ફુટનો રોડ મળશે. સર્કલમાં િચલ્ડ્રન પાર્ક, િસનિયર સિટીઝન પાર્ક, વેડીંગ અને જાંગીગ જોન, લાઈટીંગ સહિતની સુવિધાઓ વિકસાવાશે.

વિશાળ સર્કલને કારણે 50 હજારથી વધુ લોકો હાડમારી ભોગવે છે : 48 લાખના ખર્ચે નવું સર્કલ બનાવાશે

અણઘડ| અઢી વર્ષથી ખંડેર હાલતમાં પડેલું

અન્ય સમાચારો પણ છે...