તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માજી સૈનિકો દ્વારા શહીદોને અનુદાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરહદપર શહીદ થયેલા ભારતીય સેનાના વીર જવાનોને અંજલી અર્પવા યોજાયેલા શહીદ વંદના કાર્યક્રમ બાદ શહીદોના પરિવારજનોને આર્થિક સહાય અવિરતપણે શરૂ છે. ભાવેણાના રાષ્ટ્રપ્રેમીઓએ આજે તા.26ના રોજ પણ રૂા.29216ની સહાય કરી છે. જેમાં શૈક્ષણિક સંસ્થા ઉપરાંત માજી સૈનિક સંગઠન અને રામદરબાર પરિવાર સહિતનાએ વીર શહીદોના પરિવારને આર્થિક સહાયરૂપે અંજલિ પાઠવી છે.

જોગીસમાજ દ્વારા શહિદોને શોકાંજલિ

ભાવનગરરાવળદેવ જોગી સમાજ દ્વારા શહેરના જોગણીમાના મંદિરે તાજેતરમાં શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજના આગેવાનો, કાર્યકરો,યુવાનો અને મહિલાઓ દ્વારા બે મિનીટનું મૌન પાળવામાં આવ્યુ હતુ.આ વેળા સમાજના પ્રમુખ કનુભાઇ ભટ્ટી, નગીનભાઇ સોલંકી, દેવરાજભાઇ સોલંકી અને પ્રવીણભાઇ અરજાણી અને જ્ઞાતિજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

માનવકલ્યાણ મહિલા સમિતિ દ્વારા આજે યોજાશે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ

ભારતીયમાનવ કલ્યાણ મહિલા સમિતિની ભાવનગર શાખા દ્વારા શહિદ થયેલા વિર સૈનિકોને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ તા. 27-9 ના સાંજે 6 કલાકે શહેરના હલુરીયા ચોક નજીક આવેલ શહિદ સ્મારક ખાતે યોજાશે તેમાં બહેનોને પધારવા અધ્યક્ષ હેતલબહેન રાઠોડએ અનુરોધ કર્યો છે.

સિન્ધુસેના સંગઠન દ્વારા શ્રદ્ધાંજલિ

સિન્ધુસેના સંગઠન તથા ભાવનગર માજી સૈનિક સંગઠનના ઉપક્રમે તા. 27-9 ને મંગળવારે સાંજે 6 કલાકે શહેરના હેવમોર ચોકમાં ઉરી ખાતે શહિદ થયેલા દેશભકત શૂરવીર જવાનોને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાશે. જેમાં શહેરના વિવિધ વ્યાપારી સંગઠનોના આગેવાનો સહિતના ઉપસ્થિત રહેશે.

વીરશહિદ જવાનોને શ્રદ્ધાંજલી શહિદ વંદના કાર્યક્રમ અંતર્ગત આવેલ રોકડ/ચેક અનુદાનની યાદી

ભાવનગરિજલ્લા માજી સૈનિક સંગઠન 21000

વિદ્યાવિહાર શૈક્ષણિક સ્કૂલ પરિવાર 2500

ગજેન્દ્રકુમાર સી. મહેતા (અખિલ ભારતીય નાગર પરિષદ) 1111

બાપા સીતારામ રામદરબાર પરિવાર 2550

ગીરીશભાઈ ડાયાભાઈ બાબરીયા 1500

િવશ્વા પટેલ (બાપુ) 555

કુલ રૂા. 29216

અન્ય સમાચારો પણ છે...