તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રવિવારે ભાવનગરના 3 લાખ લોકોને વીજકાપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર શહેરમાં ભાદરવામાં 37થી 38 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ગરમી વરસી રહી છે ત્યારે જેટકો દ્વારા કામગીરી કવાની હોય તા.7 �\\\"ક્ટોબરને રવિવારે સવારે 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી ભાવનગર શહેરના 11 કે.વી.ના જુદા જુદા 15 ફીડરોમાં આવતા અને ભાવનગર શહેરની મધ્યના તમામ વિસ્તારોમાં અને ભાવનગર પશ્ચિમના અડધા વિસ્તારોમાં વીજ કાપ રહેશે.

ભાવનગર શહેરમાં ઉનાળા જેવી ગરમી વરસી રહી છે. ત્યારે શહેરમાં આલ્કોક ફીડરના ઠક્કર કોલ્ડ સ્ટોરેજ, સુષ્મા પ્લાસ્ટિક, પટેલ સોલ્ટની �\\\"ફિસ, મોતતળાવ રોડ, વી.આઇ.પી. પાર્ક અને આજુબાજુના વિસ્તારોમાં રવિવારે સવારે 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી. મોતીતળાવ ફીડર, ખારગેટ ફીડર પી.ટી.એસ, નાકુ બાગ, વિજયરાજનગર, સરદારનગર, એસબીએસ, િવઠ્ઠલવાડી, કુમુદવાડી, નિર્મળનગર, સ્ટેશન રોડ, મ્યુ. ટાઉન, િવદ્યાનગર, હોસ્પિટલ સહિતના ફીડરોમાં વીજ કાપ ઝીંકવામાં આવ્યો છે.

હાલમાં ભાદરવાની ગરમી વચ્ચે વીજ તંત્ર દ્વારા અડધા ભાવનગરને બાનમાં લેવામાં આવતા લોકોએ ફરજિયાત અકળાવવું પડશે. સખત બફારા સાથે વીજ કાપથી 3 લાખથી વધુ વીજ ગ્રાહકોને હાડમારીનો સામનો કરવો પડશે. િરનોવેશનના નામે આ વીજ કાપ ઝીંકાયો છે.

અન્ય સમાચારો પણ છે...