તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar િવદ્યાર્થી સેનેટ ચૂંટણીમાં ABVP અને ભાજપ આમને સામને થયા

િવદ્યાર્થી સેનેટ ચૂંટણીમાં ABVP અને ભાજપ આમને સામને થયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર |4 �ઓક્ટોબર

MKB યુનિ.માં વિદ્યાર્થી સેનેટની ચૂંટણી સ્થગિત કરવાનો મામલો રાજકીય રંગ પકડતા કેમ્પસમાં ચર્ચાના ચકડોળે ચડયો છે. મતદારયાદી પૂર્વ કુલપતિના સમયગાળામાં તૈયાર થઈ હતી અને તેમાં અસંખ્ય ભૂલો હોવાનો સ્પષ્ટ દેખાયા બાદ આખરે ગઈકાલે યુનિવર્સિટી એક્ઝીક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં વિદ્યાર્થી સેનેટની ચૂંટણી સ્થગિત કરવાનો નિર્ણય લેવાયા બાદ યુનિવર્સિટીમાં રાજકીય કાવાદાવા અને જૂથવાદ જોવા મળી રહ્યા છે.

યુનિવર્સિટી વિદ્યાર્થી સેનેટની મતદારયાદી પૂર્વ કુલપતિ ડૉ શૈલેષ ભાઈ ઝાલા કાર્યકાળ દરમ્યાન તૈયાર થઈ હતી. ડો. ઝાલા એબીવિપી કુળના હતા. હવે જ્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ઉમેદવારોની પસંદગી થઈ છે તેમાં ભાવનગરના ભાજપના જ કેટલાક ને વાંધો છે. આથી એબીવીપી અને ભાજપ વચ્ચે રાજકીય કાવાદાવા થઈ રહ્યા હતા. બીજી તરફ એનએસયુઆઈ દ્વારા મતદાર યાદીના ગોટાળાના આ સમગ્ર મામલે સૌ પ્રથમ રજૂઆત કરવામાં આવી હતી. આજે એનએસયુઆઇના સભ્યો ફોર્મ ભરવા ગયા ત્યારે તે�ઓને કુલ સચિવે કહ્યું કે હાલ ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવાનો નિર્ણય કરાયો છે. આથી હવે ફોર્મ સ્વીકારી શકાય તેમ નથી.

ધારાશાસ્ત્રી બી.એલ. જોશી અને ધારાશાસ્ત્રી જીતુભાઈ ઉપાધ્યાયને આ બાબતે પૂછતાં તે�અોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે કાયદાકીય રીતે મતદારયાદીમાં જો અસંખ્ય ભૂલો હોય તો યુનિવર્સિટી સેનેટની ચૂંટણી સ્થગિત કરી શકે છે અને બાદમાં નવો કાર્યક્રમ યોજી ચૂંટણી યોજી શકે છે.આ તેને સત્તા છે.

ABVP : અમે વકીલની સલાહ લઇશું
એબીવિપીએ ગઇ કાલે આવેદન પત્ર આપ્યું હતુ કે આ રીતે જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ચૂંટણી રદ ન કરી શકાય પરંતુ આજે યુનિ.ના કુલસચિવે વિધિવત પરિપત્ર જાહેર કરી યુનિ.ની વિદ્યાર્થી સેનેટની ચૂંટી મતદાર યાદીમાં અસંખ્ય ભુલો હોવાથી સ્થગિત કરવામાં આવી છે અને તેનો નવો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. ત્યારે જૂથવાદના આક્ષેપો વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરી ચૂકેલા એબીવિપીએ આજે પણ જણાવ્યું હતુ કે ધારાશાસ્ત્રી�ઓની કાનૂની સલાહ લેવાઇ રહી છે અને બાદમાં આગળ વધશુ.

અન્ય સમાચારો પણ છે...