તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar રેલવે બોર્ડના ચેરમેન લોહાની આવતીકાલે ભાવનગર આવશે

રેલવે બોર્ડના ચેરમેન લોહાની આવતીકાલે ભાવનગર આવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સ્પોર્ટેશન રિપોર્ટર | ભાવનગર | 4 ઓક્ટોબર

રેલવે બોર્ડના ચેરમેન અશ્વની લોહાની તા. 6ના રોજ ભાવનગર રેલવેની મુલાકાત લેશે. તય થયેલ કાર્યક્રમ અનુસાર તે�ઓ આવતી કાલે દિલ્હીથી અમદાવાદ આવી પહોંચશે. અમદાવાદથી તે�ઓ શૂટેબલ ટ્રેનમાં રાત્રીના 11 વાગ્યે પ્રસ્થાન કરી સંભવત: વહેલી સવારે 3 વાગ્યે ભાવનગર આવી પહોંચશે. જો કે રાત્રીના ભાવનગર આવતી કોઇ ટ્રેન જ નથી ત્યારે તે�ઓ સલૂનથી કે બાય રોડ પણ આવે એવી સંભાવના છે.

ભાવનગર રેલવે દ્વારા તેમના આગમનને લઇને વિવિધ પ્રકારની તૈયારી�ઓ થઇ રહી છે. રેલવે બોર્ડના ચેરમેન જેવી મહત્વની હસ્તિ ભાવનગર આવી રહી છે ત્યારે ડીઆરએમ રૂપા શ્રીનિવાસન દ્વારા લોકો પણ તેમને મળીને રજૂઆત કરી શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવાની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાવનગર રેલવે વરસોથી રેલ સેવા મામલે ઉપેક્ષા ભોગવી રહ્યું છે ત્યારે બોર્ડ ચેરમેનની આ મુલાકાત અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. બીજી તરફ વર્ષો બાદ રાષ્ટ્ર સ્તરે લોકપ્રિય અને રેલવેમાં અનેક સુધારા�ઓ કરવાનું શ્રેય જેમને જાય છે એવા સાદગીપૂર્ણ વ્યક્તિત્વની છાપ ધરાવનાર ચેરમેન ભાવનગર આવી રહ્યા છે ત્યારે ભાવનગર રેલવે માટે કોઇ મહત્વની લાભપૂર્ણ જાહેરાત થઇ શકે તેમ માનવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે, રેલવે સુવિધામાં ભાવનગરને અન્યાય થઇ રહ્યો છે. લાંબા અંતરની સુવિધા આપવામાં રેલવે તંત્ર નિષ્ફળ ગયું છે. અનેક વખત રજૂઆતો થઇ છે કે ભાવનગરને લાંબા અંતરની ટ્રેનથી જોડવામાં આવે છતાં તંત્રએ કોઇ ધ્યાન દીધુ નથી.

સામાન્ય માનવી પણ રજૂઆત કરી શકે
ભાવનગરમાં પ્રથમવાર આવી રહેલા રેલવે બોર્ડના ચેરમેન અશ્વની લોહાનીના આગમનથી ભાવનગરના લોકો ભાવનગર ડીવીઝનનો વર્ષોજૂનો અન્યાય દૂર થાય તેવી અપેક્ષા એટલા માટે રાખી રહ્યા છે કે આ એ અધિકારી છે કે જેમણે છેલ્લા વર્ષોમાં રેલવેમાં અનેક હકારાત્મક સુધારા�ઓ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...