નેકનું નિરિક્ષણ : વિદ્યાર્થીલક્ષી સુવિધાઓની કરાશે ચકાસણી

ઇન્સ્પેક્શન | યુનિવર્સિટીમાં બે બેઠકો રદ કરવામાં આવી કુલપતિને બદલે ડૉ.કુમારે પ્રેઝન્ટેશન રજૂ કરતા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:46 AM
નેકનું નિરિક્ષણ : વિદ્યાર્થીલક્ષી સુવિધાઓની કરાશે ચકાસણી
એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર |9 �ઓગસ્ટ

MKB યુનિ.ના નેકના પ્રમાણપત્રની ચકાસણી માટે ટીમનું આગમન થયું અને આજે પીયર ટીમ સમક્ષ કુલપતિ અને પરીક્ષા નિયામકનું પ્રેઝન્ટેશન હતું અને હવે આવતી કાલે શુક્રવારે યુનિ.માં આંતર માળખાગત સુવિધા�ઓમાં વિદ્યાર્થી�ઓને ભણવા તથા ભણાવવા માટેની તેમજ રહેવા માટેની સુવિધા�ઓનું નિરીક્ષણ કરવામાં આવશે. વિદ્યાર્થી�ઓ માટે પુસ્તકોની ઉપલબ્ધી, વાંચવા માટેની સુવિધાઓનું નિરક્ષણ કરાશે.

નેકની પીયર ટીમ સમક્ષ આજે કુલપતિનું પ્રેઝન્ટેશન હતું પણ તેના બદલે આઇક્યુએસીના વડા એ.કુમારે પ્રેઝન્ટેશન કર્યું હતુ. ત્યાર બાદ ટીમના સભ્યોને યુનિ.ના વિવિધ ભવનોની મુલાકાત લીધો હતી. સવારે યુનિ.ના તમામ વિભાગોના ડીન અને બોર્ડ �”ફ ફેકલ્ટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. પણ તે બેઠક અને સાંજની શિક્ષકો સાથેની બેઠક પણ રદ થઇ હતી. સાંજના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

યુનિ. દ્વારા છેક છેલ્લી ઘડી સુધી તૈયારી�ઓ

યુનિ.ની છબી સુધરે તે માટે આજે વહેલી સવાર સુધી સુવિધા સુધારણાના કાર્યક્રમો કરાયા હતા. અંગ્રેજી ભવનમાં રાત્રે સંડાસ અને બાથરૂમ રિપેર કરાયા હતા. નવા અને જૂના કુમ્પસમાં 6 જગ્યા�ઓએ સ્પિડ બ્રેકર નંખાયા હતા.

નેકની કામગીરી વચ્ચે હોસ્ટેલ પ્રશ્ને રજૂઆત

સાયન્સ, આર્ટસ અને કોમર્સ કોલેજ હોસ્ટેલમાં વિદ્યાર્થી�ઓને પ્રવેશ નહીં મળતો હોવાની બાબતે આંદોલન ચાલે છે તે અંતર્ગત એનએસયુઆઇ દ્વારા ઉગ્ર રજૂઆત કુલપતિ સમક્ષ કરવામાં આવી હતી અને એક તબક્કે તો ચૂસ્ત બંદોબસ્ત હોવા છતાં તેમની ચેમ્બરમાં પૂરી દેવાયા હતા. જો કે બાદમાં પરીક્ષા નિયામક કૌશિકભાઇ ભટ્ટે પ્રવેશ અંગે ખાતરી આપતા મામલો પૂર્ણ

નેકની પીયર ટીમમાં કોણ કોણ સામેલ છે ?

નેકની પીયર ટીમમાં ડૉ.કૈલાશ સોડાણી (ગુરૂ ગોવિંદ યુનિ.બાંસવાડા), પ્રો.કે.એન.એસ.યાદવ (હરીશ પ્રતાપસિંઘ યુનિ.રેવા, મ.પ્રદેશ), ડૉ.કે.મોહમ્મદ બશીર (કુલપતિ,કાલીકટ યુનિ.કેરળ), પ્રો.જી.જી.હઝારીકા (દેબ્રુગઢ યુનિ. આસામ), પ્રો.ગીતા સિંઘ (દિલ્હી યુનિવર્સિટી), પ્રો.ભગબન દાસ (ફકીર મોહન યુનિ.બાલાસોર-આરિસ્સા)નો સમાવેશ થાય છે.

X
નેકનું નિરિક્ષણ : વિદ્યાર્થીલક્ષી સુવિધાઓની કરાશે ચકાસણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App