કડકી કોર્પોરેશન સામે શિક્ષકોમાં રોષની લાગણી

ઘોર બેદરકારી | શાસકોએ CPF શરૂ કરવાના કાર્યક્રમનો તાયફાે કર્યાના બે મહિનામાં જ CPF કપાત બંધ !! શિક્ષણ સમિતિના...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:46 AM
કડકી કોર્પોરેશન સામે શિક્ષકોમાં રોષની લાગણી
ઇન્વેસ્ટીગેશન રિપોર્ટર,ભાવનગર 9 �ઓગસ્ટ

કર્મચારી�ઓની બચત માટે સરકારે ફરજીયાતપણે જીપીએફ અને સીપીએફ કાર્યરત કર્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પણ વર્ષ 2005 પછીના શિક્ષકોના સીપીએફમાં ખાતા ખોલાવી બે મહિના પૂર્વે સીપીએફની કિટ વિતરણ કાર્યક્રમનો તાયફો રચી પગાર બીલેથી કપાત પણ શરૂ કરી અને 80 ટકા મુજબ નિયત રકમ સરકારમાંથી પણ આવી ગઇ પરંતુ કંગાળ કોર્પોરેશને 20 ટકા મુજબનો ફાળો નહિ આપતા પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ �ઓગસ્ટ મહિનાથી શિક્ષણ સમિતિએ સીપીએફ કપાત બંધ કરવી પડી.

ભાવનગર મહાનગરપાલિકા લોકાપર્ણ - ખાતમુર્હૂત, કચેરીના રિનોવેશન અને સમિતિના ચેરમેન સહિતના માટે મોંઘીદાટ ગાડી લેવા અને એસી નાખવા માટે રૂપિયા ખર્ચ કરી શકે પરંતુ કર્મચારી�ઓને હકક આપવાની વાત આવે ત્યારે આર્થિક અસધ્ધરતા દર્શાવી દયામણી થઇ જાય છે. વર્ષ 2005 પછી કંપની, સરકારી અર્ધ સરકારી સંસ્થામાં જોડાયેલા તમામ કર્મચારી�ઓનું સીપીએફ કપાત કરી એનએસપીએલમાં જમા કરાવ્યાનો સરકારનો સરકારનો હુકમ છે.

વર્ષ 2005 થી હુકમ છતાં મહાપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં તેનો અમલ જ થતો નથી તાજેતરમાં શાસનાધિકારીએ 197 શિક્ષકોના સીપીઅેફના ખાતા ખોલાવ્યા અને ગત જુન માસથી પગાર બીલેથી સીપીએફની કપાત પણ શરૂ કરી દીધી. જેમાં સરકારના 80 ટકાનો ફાળો પણ જમા આવી ગયો પરંતુ કોર્પોરેશન દ્વારા આપવાનો થતો 20 ટકાનો ફાળો આપ્યો જ નહિ. જયાં સુધી કોર્પોરેશનનો 20 ટકાનો ફાળો ના આવે ત્યાં સુધી કર્મચારી�ઓની સીપીએફની રકમ જમા થઇ શકે નહી અંતે શાસનાધિકારીએ તમામ આચાર્યોને સંબોધી શિક્ષકોના પગાર બીલેથી સીપીએફની કરવામાં આવતી કપાત �ઓગસ્ટ પે સપ્ટેમ્બરમાં બીજી સુચના ન આવે ત્યાં સુધી કપાત નહિ કરવા સૂચના આપતા શિક્ષકગણમાં તંત્રની બેદરકારી સામે રોષ ફેલાયો છે. એક તરફ સરકાર કર્મચારીઓ તરફ કુણુ વલણ રાખી િનયમો બજાવી રહી છે ત્યારે બીજી તરફ કોર્પોરેશન િવરોધાભાસી વલણ અપનાવી રહી છે.

સરકારના હૂકમની ઐસી તૈસી, કંગાળ કોર્પોરેશનના વાંકે શિક્ષકોનું CPF અટકયું

કોર્પો.એ દર મહિને 1.30 લાખ આપવાના

શિક્ષણ સમિતિની શાળા�ઓના 197 શિક્ષકો સીપીએફના લાભાર્થી�ઓ છે જે�ઓને નિયમ મુજબ કુલ પગારના 10 ટકા શિક્ષકોના પગારમાંથી અને બાકીની 10 ટકામાં 80 ટકા સરકારનો ફાળો જયારે 20 ટકા કોર્પોરેશનનો ફાળો હોય છે. જે મુજબ કોર્પોરેશને પ્રતિ માસ રૂા 1,30,000 ફાળો સીપીએફ માટે આપવાનો હોય છે. જોકે, આજ સુધી કોર્પોરેશનને પોતાના ભાગનુ઼ં ફદીયું ય આપ્યુ નથી.

કોર્પોરેશનનો ફાળો આવ્યે સીપીએફ જમા થશે

શિક્ષણ સમિતિની શાળાના શિક્ષકોના સીપીએફની કપાત ગત જુન માસથી શરૂ કરી છે. સરકારનો ફાળો આવી ગયો છે. કોર્પોરેશનનો ફાળો બાકી છે. જે આગામી દિવસોમાં આવી જશે ત્યારબાદ કર્મચારી�ઓના સીપીએફની રકમ એન.એસ.ડી.એલ.માં જમા થશે.હાલ પૂરતુ પગારમાંથી કપાત અટકાવ્યુ છે. જિગ્નેશ ત્રિવેદી, શાસનાધિકારી, શિક્ષણ સમિતિ

X
કડકી કોર્પોરેશન સામે શિક્ષકોમાં રોષની લાગણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App