• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સૌરાષ્ટ્ર સમાચારનો વાર્ષિક લવાજમ યોજનાનો ડ્રો યોજાશે

સૌરાષ્ટ્ર સમાચારનો વાર્ષિક લવાજમ યોજનાનો ડ્રો યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 2017-18ના વાર્ષિક લવાજમના ગ્રાહકો માટે ટૂંક સમયમાં લક્કી ઇનામી ડ્રો યોજાશે જેમાં શહેર અને ગામડાના વાર્ષિક લવાજમ યોજનાના હજારો ગ્રાહકો પૈકી નસીબવંતા ગ્રાહકોને એક એકથી ચડિયાતા ઇનામો જીતવાનો મોકો મળશે. ...અનુસંધાન પાના નં.12



સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા ગોહિલવાડ પંથકની પ્રજાના કોઇ પણ નાના મોટા પ્રશ્નનો કાયમ પરિણામલક્ષી નિકાલ કરવામાં આવે છે અને કોઇ પક્ષાપક્ષી રાખ્યા વગર પૂર્ણ પારદર્શિતાથી લોકોની સમસ્યાને ઉજાગર કરી નિકાલ સુધી પ્રકાશિત કરવામાં આવે છે.

વાર્ષિક ગ્રાહકોને આ વર્ષે પણ ઇનામી ડ્રોમાં બમ્પર ઇનામો સાથે અસંખ્ય અન્ય ઇનામો જીતવાની તક પણ સાંપડશે. લવાજમ યોજનામાં જોડાયેલા તમામ વાચકોને પોતાના �ઓર્ડરફોર્મ સાચવી રાખવા અને જે ગ્રાહકોને હજી સુધી લવાજમની પાકી રસીદ નથી મળી તે�ઓને પોતાના એજન્ટ કે ફેરિયા પાસેથી મેળવી લેવા જણાવાયું છે. વળી 2017-18 માટે શરૂ કરવામાં આવેલી લવાજમ યોજનાને વર્તમાન વાચકોની સાથે સાથે નવા જોડાયેલા વાચકોએ પણ પસંદ કરી છે. એક બાજુ વાચકો માટે લવાજમના અસંખ્ય અને આકર્ષક ઇનામો જીતવાની તક છે તો બીજી તરફ સૌરાષ્ટ્ર સમાચારના સ્વરૂપમાં વાચકોને જે અખબાર મળે છે તે તમારૂ પોતીકું અને ગોહિલવાડી ધરતીની સોડમ મહેંકાવતું અેક માત્ર અખબાર છે.

આ વર્ષે લવાજમ યોજનામાં લક્કી ડ્રોના બમ્પર પ્રાઇઝ વિજેતાને સ્કૂટર જીતવાની તક મળશે. આ ઉપરાંત વાર્ષિક ગ્રાહકોને લેપ ટોપ, એલઇડી ટીવી, વોશિંગ મશીન, મોબાઇલ ફોન, જ્યુસર મિક્સર, કૂકર, હેન્ડ બ્લેન્ડર, ઇસ્ત્રી જેવા અસંખ્ય ઇનામો જીતવાની તક મળશે. લવાજમ લક્કી ડ્રોની તારીખ માટે સૌરાષ્ટ્ર સમાચાર વાંચતા રહો.



અન્ય સમાચારો પણ છે...