• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • પાલિતાણામાં ભેળસેળ યુકત ખાદ્ય પદાર્થના વેચાણ સામે તંત્ર નિષ્ક્રીય

પાલિતાણામાં ભેળસેળ યુકત ખાદ્ય પદાર્થના વેચાણ સામે તંત્ર નિષ્ક્રીય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિતાણા શહેરમાં વેચાતા ખાદ્ય પદાર્થોમાં ખુલ્લેઆમ મિલાવટ થઇ રહી છે. જનઆરોગ્ય સાથે ખુલ્લેઆમ મિલાવટ થઇ રહી છે. જન આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહેલા તત્વો સામે કાનુની રાહે પગલા ભરવામાં સરકારી તંત્ર કોઇ પગલા ભરતુ નહી હોવાથી ભેળસેળીયા તત્વો બેફામ બનેલા છે.

પાલિતાણા શહેરમાં પાલિતાણા ફુડ શાખા, જિલ્લાની ખોરાક અને ઔષધ નિયમન, ફુડવિભાગ તેમજ તોલમાપની કચેરીમાંના અધિકારીઓ હાલતી રોગચાળાની ઋતુમાં પણ લોકોના આરોગ્યની ખેવના કરતા ન હોવાના કારણે શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ખુલ્લેઆમ ભેળસેળ થઇ રહી છે.

ખાદ્ય નિયમનો સરેઆમ ઉલાળીયો કરવામાં આવતો હોવા છતાં પણ સંબંધીત તંત્ર દ્વારા પગલા ભરવામાં આવતા નથી શહેરમાં મુખ્ય બજારો, શેરીઓ, ગલીઓમાં ઠેર ઠેર ધમધમી રહેલી પાણીપુરીઅોની એકપણ રેકડાઓની, ફ્રુટ, લસ્સી, મીઠાઇમાંથી આજદિન સુધી તપાસ થયેલ નથી. પાણી તેમજ અન્ય વસ્તુઓ જનઆરોગ્ય માટે નુકસાનકારક છે. સરકારી તંત્રની લાપરવાહીના કારણે ખુલ્લેઆમ જનઆરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે.

આવી જ રીતે ફરસાણના વેપારીઓ ભેળસેળીયા તેલનો ઉપયોગ કરી રહેલ છે. ફાસ્ટફુડની દુકાનો, રેકડીઓમાં આરોગ્ય લક્ષી નિયમોનો ખુલ્લેઆમ ઉલાળીયો કરવામાં આવી રહેલ છે ત્યારે જન આરોગ્ય અર્થે કડક પગલા ભરવા માંગણી ઉઠેલ છે.

અન્ય સમાચારો પણ છે...