હાથસણી ગામે વન્ય પ્રાણીઓનો ત્રાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિતાણા તાલુકાના હાથસણી ગામમાં જંગલી પ્રાણીઓનો ત્રાસ હોવાથી ગ્રામજનો, ખેડૂતો, માલધારીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. હાથસણી ગામમાં ખેતી, પશુપાલન સિવાય બીજો કોઇ વ્યવસાય નથી. જેથી જીવન નિર્વાહ માટે માલધારીઓ ગાય, ભેંસ, બળદ, ઘેટા, બકરા રાખે છે. પરંતુ ગમે ત્યારે જંગલી પ્રાણીઓ હિંસક હુમલા કરી શિકાર કરે છે. આ ઉપરાંત ભુંડ અને રોજ જેવા અન્ય પ્રાણીઓ પણ પાકને નુકસાન કરે છે. હજી તો માંડ ખેડૂતોએ વાવણી કર્યા બાદ મોલાત ઉગી હોય ત્યાં ભુંડ અને રોજ જેવા પ્રાણીઓ વાડી ખેતરોમાં નુકસાન કરે છે. આ અંગે તાકીદે પગલા ભરવામાં નહિ આવે તો પાલિતાણા વન વિભાગની કચેરી સામે ઉપવાસ આંદોલન કરવાની ગ્રામજનોએ ચિમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...