• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • વૃક્ષને પોતાનો પ્રિય મિત્ર માની વૃક્ષારોપણ કરી ફ્રેન્ડશીપ ડે ઉજવાશે

વૃક્ષને પોતાનો પ્રિય મિત્ર માની વૃક્ષારોપણ કરી ફ્રેન્ડશીપ ડે ઉજવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ આજે ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે ફ્રેન્ડશીપ ડે. ભાવનગરના 11 યુવાનમિત્રોએ પોતાની મિત્રતાની યાદગીરીરૂપે આજે 11 વૃક્ષોનુ વૃક્ષારોપણ કરીને ઉછેરવાની જવાબદારી લઇ અનોખી રીતે ઉજવવાનુ નક્કી કર્યુ છે. વૃક્ષએ માનવીનુ સૌથી નજીકનુ મિત્ર છે. તે ઓકિસજન પુરો પાડી માનવજીવનમાં પ્રાણ પુરે છે. દરેક મિત્રોએ વૃક્ષને પોતાના પ્રિય મિત્ર માનીને આ દિવસે ગ્રીનસિટી સંસ્થા દ્વારા ટ્રી-ગાર્ડ સાથે કોલેજ રોડ ઉપર વૃક્ષારોપણ કરવાનુ નક્કી કર્યુ છે. આ મિત્રો છે. ભરતભાઇ ઇટાલીયા, નયનભાઇ ગોલકીયા, નીમેશભાઇ ખંભાતી, અશ્વીનભાઇ સરદાર, મહેશ ધામેલીયા, હાર્દિક ભટ્ટ, નીલેશ ગોપાની, વિજય સોનાણી, સંજય મોરડીયા, ભરતભાઇ ઇટાલીયા, નીલેશ ગોપાણીનો ગ્રીનસિટીના દેવેનભાઇ શેઠે તમામ મિત્રોનો આભાર માની તેના પર્યાવરણ પ્રેમ માટે તેઓને બિરાદાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...