• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • જિલ્લામાં 57 ટકા વરસાદની સામે વાવેતર 95 ટકાને આંબવા આવ્યું

જિલ્લામાં 57 ટકા વરસાદની સામે વાવેતર 95 ટકાને આંબવા આવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર શહેર અને જિલ્લામાં ગત જુલાઇ માસમાં મેહુલિયાએ પોતાની મહેર વરસાવી વિદાઇ લીધા બાદ છેગોહિલવાડ પંથકમાં ચોમાસુ પાકના વાવેતરમાં મક્કમ ગતિએ આગેકૂચ થઇ રહી છે. ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં કુલ 4,23,600 હેકટર જમીનમાં વાવેતરનું કાર્ય પૂર્ણ થયું છે. જેમાં સૌથી વધુ વાવેતર કપાસનું 2,24,500 હેકટર જમીનમાં થયું છે. બીજી રીતે કહી શકાય છે જિલ્લામાં નોર્મલ વાવેતરના 94.77 ટકા જમીનમાં વાવેતર કાર્ય પૂર્ણ થઇ ગયું છે. સરેરાશ વાવેતર 4,47,000 હેકટરમાં થાય છે તેની સામે અત્યાર સુધીમાં 4,23,600 હેકટર જમીનમાં વાવેતર કાર્ય પૂર્ણ થયું છે.

ભાવનગર જિલ્લામાં ચાલુ ચોમાસામાં હવે ખરીફ વાવેતર તેની પૂર્ણતાના આરે આવી ગયું છે. ચોમાસામાં જિલ્લામાં વરસાદ 348 મી.મી.થયો છે અથવા તો કહો કે 57.34 ટકા થયો છે ત્યાં વાવણી કાર્ય તો ધસમસતી ઝડપે આગળ વધી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં સૌથી વધુ વાવેતર દર વર્ષની જેમ આ વર્ષે પણ રોકડીયા પાક ગણાતા કપાસનું થયું છે.

અન્ય સમાચારો પણ છે...