35.1 ડિગ્રીએ સતત બીજા દિવસે ગરમીનો અનુભવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર શહેરમાં ગઇ કાલે 36 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધુ તાપમાન સાથે સમગ્ર ગુજરાતમાં સૌથી ગરમ શહેર રહ્યા બાદ આજે સતત બસજા દિવસે તાપમાન ભલે થોડું �ઓછું થયું પણ 35.1 ડિગ્રીએ આજે પણ શહેરીજનોએ ગરમીનો અનુભવ કર્યો હતો.

ભાવનગર શહેરમાં હવે વરસાદના બીજા રાઉન્ડની ચાતક રાહે રાહ જોવાઇ રહી છે અને વાદળો તો છવાતા થયા છે પણ હજુ વરસાદનો બીજો રાઉન્ડ જામતો નથી તે હકીકત છે. ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન 35.1 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તો રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 26.9 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતુ. હવામાં ભેજનું પ્રમાણ 54 ટકા રહેતા હજુ વરસાદનું જોર જામ્યું નથી તેમ ચોક્કસ કહી શકાય. જ્યારે પવનની ઝડપ 28 કિલોમીટરની નોંધાઇ હતી.

હવે માહિતી વિભાગ દ્વારા ગુજરાતભરમાં તા.6 �ઓગસ્ટને સોમવારથી વરસાદના રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. હવે જ્યારે ખાસ તો કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની તાતી જરૂર છે તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવેતરને વરસાદની જરૂર છે ત્યારે સૌ કોઇ વરસાદના વધુ એક વ્યાપક રાઉન્ડની ચાતક નજરે રાહ જોઇ રહ્યાં છે. હવેનો વરસાદ વાવેતર માટે કાચા સોના જેવો બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...