• Home
  • Saurashtra
  • Latest News
  • Bhavnagar City
  • પ્રજ્ઞાચક્ષુ બાળકો સાથે ફ્રેન્ડશિપ ડેની અનોખી ઉજવણી કરતુ અનમોલ ગ્રૃપ

પ્રજ્ઞાચક્ષુ બાળકો સાથે ફ્રેન્ડશિપ ડેની અનોખી ઉજવણી કરતુ અનમોલ ગ્રૃપ

ભાવનગર ઃ ભાવનગર ઃ 43 વર્ષ પહેલા ભાવનગરની શાકમાર્કેટમાં કટલેરીની દુકાન ધરાવતા વિનોદભાઇ હરીલાલ શાહની દુકાને...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:45 AM
પ્રજ્ઞાચક્ષુ બાળકો સાથે ફ્રેન્ડશિપ ડેની અનોખી ઉજવણી કરતુ અનમોલ ગ્રૃપ
ભાવનગર ઃ ભાવનગર ઃ 43 વર્ષ પહેલા ભાવનગરની શાકમાર્કેટમાં કટલેરીની દુકાન ધરાવતા વિનોદભાઇ હરીલાલ શાહની દુકાને અંધશાળાના બે પ્રજ્ઞાચક્ષુઓ ખરીદી માટે આવ્યા ત્યારે તેમની સાથે વાત કરી રવિવારે અંધશાળાની મુલાકાત લઇ પ્રભાવિત થઇ વર્ષ 1975-76થી દર રવિવારે અંધઉદ્યોગ શાળાએ આવી પ્રજ્ઞાચક્ષુઓને વિવિધ વસ્તુની ઓળખ કરાવતા શીખવતા અને આ લોકો માટે ખાલી હાથે અાવતા નહી અને ત્યાનુ પાણી પણ પીતા નહી તેવી આ સેવાની તેમના સંબંધીઓને નોંધ લઇ કઇક નવી કરવા મુંબઈનું અનમોલ ગ્રુપ ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાની દ્વિ-દિવસીય મુલાકાત લીધી હતી. જેમાં તેઓએ ફ્રેન્ડશીપ-ડેની પ્રજ્ઞાચક્ષુ બાળકો સાથે અનોખી રીતે ઉજવણી કરી સમાજ સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 35 થી વધુ ગ્રુપના સભ્યોએ પ્રથમ દિવસે શાળાની વિવિધ પ્રવૃતિઓ, પ્રજ્ઞાચક્ષુ બાળકોને અપાતું શિક્ષણ, કૉમ્પ્યૂટર શિક્ષણ, હૉમ સાયન્સનું શિક્ષણ તેમજ સંસ્થાના જુદા-જુદા વિભાગોની મુલાકાત લઈ અભિભૂત બન્યા હતા. આ ઉપરાંત અનમોલ ગ્રૂપ દ્વારા સંસ્થાનાં 160 જેટલા બાળકોને કપડા, હેન્ડબેગ અને અન્ય જીવન જરૂરિયાતની સામગ્રીનો સેટ ગિફ્ટમાં આપ્યો હતો. આ પ્રસંગે અનમોલ ગ્રુપના કિર્તીભાઈ શાહે સંસ્થાની પ્રવૃત્તિઓ અને બિરદાવવા સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીનું તિલક અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. મુંબઇના ખ્યાતિપ્રાપ્ત એન્કર હીના ઠક્કર દ્વારા પ્રજ્ઞાચક્ષુ બાળકોને અલગ-અલગ રમતો રમાડી અલભ્ય વાતાવરણનું સર્જન કર્યું હતું. આ પ્રસંગે અનમોલ ગ્રુપના શ્રી કિર્તીભાઇ શાહે સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી એક ઉત્તમ સમાજની રચના માટે ખૂબ જ જરૂરી એવું પાસું સંસ્થા દ્વારા ઘડવામાં આવી રહ્યું છે. તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ આ કાર્ય માટે આમ સમાજના અન્ય ગ્રુપો અને લોકોને પ્રજ્ઞાચક્ષુ અને અન્ય વિકલાંગ લોકોની મદદે આવવા અપીલ કરતા ખાતરી આપી હતી કે ભવિષ્યમાં સેવાની જરૂર હશે તો ચોક્કસપણે તેઓ મદદ માટે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે સંસ્થા વતી માનદ મંત્રી મહેશભાઈ પાઠકે સ્વ. વિનોદરાય હરિલાલ શાહની સેવાને યાદ કરતા સંબોધન કર્યું હતું કે શ્રી વિનુભાઈએ તેમની સેવા દરમ્યાન શાળામાં શિક્ષણ મેળવતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને જીવનલક્ષી ઉત્તમ સુટેવોનું ઘડતર કરી મુલ્યવાન આદર્શ શિક્ષણ સતત 33 વર્ષ સુધી રવિવારની રજામાં પણ આવી વિશિષ્ટ સેવા બજાવી પ્રજ્ઞાચક્ષુ બાળકોમાં ઉત્તમ ગુણોનું સિંચન કર્યું હતું.

X
પ્રજ્ઞાચક્ષુ બાળકો સાથે ફ્રેન્ડશિપ ડેની અનોખી ઉજવણી કરતુ અનમોલ ગ્રૃપ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App