તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સામૂહિક આપઘાત પ્રકરણે તંત્ર ભીનુ સંકેલવાની પેરવી કરતુ હોવાનો આક્ષેપ

સામૂહિક આપઘાત પ્રકરણે તંત્ર ભીનુ સંકેલવાની પેરવી કરતુ હોવાનો આક્ષેપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર | ભાવનગર | 21 ઓગસ્ટ

શહેરના સીદસર રોડ પર આવેલ સત્યમ રેસીડેન્સીમાં રહેતા અને અલંગના સ્ક્રેપનો વ્યવસાય કરતા વેપારી નિલેષભાઇ હસમુખરાય ઉપાધ્યાય એ તેમના પત્ની હીરલબેન અને પુત્ર ભાવિક સાથે સામુહીક આપઘાત વહોરી લીધો હતો.ગત તા.18/7/2018ના રોજ બનેલી ઘટનાને એક મહીના કરતા વધારે સમયગાળો વિતી ગયો છે. આ પ્રશ્ને તપાસા ફિફા ખાંડતી પોલીસ કોઈ મોટા માથાને બચાવવા માટે સમય પસાર કરી ભીનુ સંકેલવાનો પ્રયાસ કરી રહી હોવાનું સ્પષ્ટ જણાય છે.

મૃતકોના સગા-સબંધી�ઓ, બેન બનેવી, સહીતના 40 થી વધુ લોકોના નિવેદનો લેવાયા છે.અને ભાગીદારીથી ચાલતી રૂદ્ર સ્ટીલ ક઼પનીના તળાજા ખાતેના બેન્ક એકાઉન્ટ પણ પોલીસે તપાસ્યા છે.જેમા પણ કંપની પ્રોફીટ કરતી હોવાનુ ખુલવા પામ્યુ છે.તેમજ મૃતક પાસેથી બે માત્ર સહી કરી રુ.19.50 લાખ અને રૂ.4.50 લાખની રકમ ભરેલા ચેકો મળ્યા હતા.જેમા ભાગીદારના નામે નિલેષભાઇએ સહી કરી હોવાનુ પોલીસ તપાસમા જાણવા મળેલ છે.

પોલીસ તટસ્થ તપાસ કરે છે અને કેસના મુળ સુધી ચોકકસ પહોંચશે જ...
સામૂહીક આપઘાત મામલે પોલીસે મૃતકના પરિવારજનો, મિત્ર વર્તુળ, ભાગીદાર, વેપારી�ઓ સહીતના 40 થી વધુ લોકોના નિવેદનો લીધા છે.તળાજાની બેન્કમાં રૂદ્ર સ્ટીલ કંપનીનુ અેકાઉન્ટ ચકાસ્યું છે. જેમા આ કંપની પ્રોફીટ બતવે છે. મૃતક પાસેથી મળેલા સહી કરેલા અને રકમ ભરેલા બન્ને ચેકમા નિલેભાઇએ ભાગીદારના નામે સહી કરી છે.પોલીસનુ એવુ માનવુ છે કે મૃતકને પોતાનો અલગથી વ્યવસાય શરૂ કર્યો હોય અને તેની ભાગીદારને જાણ થઇ ગઇ હોય.કારણકે સૂસાઇડ નોટમાં એવુ લખ્યું છે કે દીગુ મને માફ કરી દે જે મે તને દગો કર્યો છે.બાકી મારી તપાસ એકદમ તટસ્થ પણે ચાલેછે.અને હુ તેમા પર્સનલ રસ લઇ કામ કરી રહી છુ.ભીનુ સંકેલવાનો કોઇ સવાલ જ ઉભો થતો નથી.હા એ વાત અલગ છે કે હજુ સુધી મૃતકના એફ.એસ.એલ.,હસ્તાક્ષર કે વિશેરાના રીપોર્ટ આવ્યા નથી.અને તેમા કેટલો સમય લાગશે તે નકકી નથી.બાકી આ મામલે કોઇપણ સંડોવણી ખુલશે તેને છોડવામા આવશે નહિ. જે.એમ. ચાવડા, પી.આઈ., ભરતનગર પોલીસ સ્ટેશન

પોલીસ શંકાના દાયરામાં કેમ ?
કંપની નફો કરતી હતી તો આપઘાત કેમ કર્યો?
À વિશેરાના રિપોર્ટ માટે સમયસર નમૂના મોકલાયા નહીં.

À કોલ ડીટેઈલને તપાસનો હિસ્સો બનાવ્યો નથી.

À હસ્તાક્ષરના િરપોર્ટ મળ્યા નથી તેથી સુસાઈડ નોટ સાચી છે કે કેમ ? અને ચેકમાં સહી કોની છે ? તે બાબત ખુલવા પામી નથી.

À નિલેશભાઈની કંપની નફો કરતી હતી તેવું બેંક એકાઉન્ટના આધારે ખુલવા પામ્યું છે. તો આર્થિક એવી તે કઈ ભીંસ આવી કે આખા પરિવારે આપઘાત કરવો પડ્યો ?

À ઘટનાસ્થળે દેખાયેલી, રોકાયેલી અને CCTV કેમેરામાં પણ દેખાતી સફેદ કલરની નંબર પ્લેટ વગરની મારૂતી વાન અંગે પોલીસે કોઈ તપાસ જ નથી કરી.

À અગાઉ મૃતકને તળાજા નજીક બોલાવી માર મારવામાં આવ્યો હતો અને પોલીસ ફરિયાદ પણ થઈ હતી તે મહત્વની ઘટનાને તપાસમાં નજરઅંદાજ કરવામાં આવી છે.

À તપાસ કરનાર મહિલા પોલીસઅધિકારીને રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા તે કોના કહેવાથી ?

અન્ય સમાચારો પણ છે...