• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • િદવાળીના વેચાણના નફામાંથી 100 બાળાઓને યુનિફોર્મ આપ્યા

િદવાળીના વેચાણના નફામાંથી 100 બાળાઓને યુનિફોર્મ આપ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્વેસ્ટીગેશન રિપોર્ટર ¿ ભાવનગર | 5 ઓગસ્ટ

સત્કાર્યના સંતોષનો આનંદ અવર્ણનીય હોય છે તેવો જ સેવાનો િનજાનંદ ઈનર વ્હિલ કલબ ઓફ ભાવનગર રોયલની બહેનોએ મેળવ્યો હતો.ત િદપાવલીના િદવસોમાં ઘર સજાવટની ચિજવસ્તુઓનું વેચાણ કરી તેમાંથી મળેલા નફા અને દાતાઓનો સહયોગ લઈ માજીરાજ સ્કૂલની આર્થિક રીતે જરૂરિયાતમંદ 100થી વધુ િવદ્યાર્થીનીઓને િવનામૂલ્યે સ્કૂલ યુનિફોર્મ આપ્યા હતા.

િદવાળીના દિવસોમાં ગૃહિણીઓ પોતાના ઘરની શોભા વધારવા માટે જહેમત ઉઠાવતી હોય છે ત્યારે ઈનરવ્હીલ કલબ ઓફ ભાવનગર રોયલની બહેનોએ ઘર સજાવટની િચજવસ્તુઓનું દિવાળીના જાપા સુધી વેચાણ કરી તેમાંથી આર્થિક સદ્ધરતા માટે કમાણી નહીં પરંતુ સેવાના હેતુથી રકમ એકઠી કરી હતી.

ત્યારબાદ સરકારી માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલમાં જઈ આર્થિક રીતે પછાત કે જેઓને યુનિફોર્મ સિવારવવા પણ મુશ્કેલરૂપ હોય તેવી 100થી વધુ િવદ્યાર્થીનીઓને ઈનર વ્હીલ કલબ રોયલના પ્રેસિડેન્ટ અમીતાબેન જોશી, સેક્રેટરી હિરલબેન ઝાલા અને દક્ષાબેન દ્વારા વિનામૂલ્યે યુનિફોર્મ વિતરણ કરાયા હતા. બાળાઓને યુનિફોર્મ મળતા રાજી...રાજી થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...