તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સાયકલ સવાર વૃધ્ધ ભૂદેવનું ટોરસ ટ્રક અડફેટે કરૂણ મોત

સાયકલ સવાર વૃધ્ધ ભૂદેવનું ટોરસ ટ્રક અડફેટે કરૂણ મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર | ભાવનગર | 21 ઓગસ્ટ

મુળ ઘાંઘળીના વતની અને ઘણા વરસોથી સીદસર રોડ પર 25 વારીયામાં રહેતા વૃજલાલ જયાનંદભાઇ ભટ્ટ (ઉ.વ.70 ) કે જે આજીવન કુવારા હતા.અને સાયકલ ઉપર ફરી કર્મકાંડીનુ કામ કરતા હતા.તે�ઓ આજે મોડી સાંજે વરતેજ નજીકના રંગોલી પાર્ક પાસે રેલ્વે ફાટક પાસેથી પસાર થતા હતા.તે વખતે પુરઝડપે આવેલા ટોરસ ટ્રક નંબર જી.જે.04.એકસ-6842 ના ચાલકે તે�ઓને સાયકલ સાથે અડફેટે લેતા અને ગંભીર ઇજા પહોંચતા તેમનુ ધટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતુ.

આ બનાવ અંગે ભાવનગર ખાતે રહેતા મૃતકના ભાણેજ વિપુલભાઇ ભરતભાઇ જાનીએ અજાણ્યા ટોરસ ટ્રક ચાલક વિરુધ્ધ પોતાના મામાનુ અકસ્માત મોત નીપજવવા અંગેની વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામા આવી છે.પોલીસે ગુનો નોંધી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...