ગુનેગારને હાથકડી કે દોરડાથી બાંધીને સરઘસ કાઢી શકાશે નહીં

ડીજીપી શિવાનંદ ઝાએ પરિપત્ર થકી પોલીસને સાબદી કરી

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:45 AM
Bhavnagar - ગુનેગારને હાથકડી કે દોરડાથી બાંધીને સરઘસ કાઢી શકાશે નહીં
ક્રાઈમ રિપોર્ટર| અમદાવાદ | 16 સપ્ટેમ્બર

ગુનેગારોને બોધપાઠ શીખવવા માટે તેમજ લોકોમાંથી તેનો ડર દૂર થાય તે માટે છેલ્લા કેટલાક સમયથી પોલીસ દોરડા કે હાથકડીથી ગુનેગારને બાંધીને જાહેરમાં તેનું સરઘસ કાઢતી હતી. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં આવી સંખ્યાબંધ ઘટનાઓ બની હતી. જો કે કોઇ પણ ગુનેગાર સાથે આ પ્રકારનું કૃત્ય કરવું તે તેના બંધારણીય અધિકારીના વિરુદ્ધમાં હોવાથી આ અંગે ગુજરાત રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પરિપત્ર કરીને આ પ્રકારનું કોઇ પણ કૃત્ય નહીં કરવા પોલીસને આદેશ કર્યો છે.

તાજેતરમાં જ ભાવનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ દીપક મિશ્રાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થયો હતો. જેમાં તેમણે હત્યાના આરોપીઓને હાથકડી અને દોરડાથી બાંધીને તેમનું સરઘસ કાઢ્યું હતું. આટલું જ નહીં તેમને ગંદી ગાળો બોલીને જાહેરમાં તેમને માર્યા હતા. જો કે આમ કરવા બદલ રાજ્યના ગૃહ વિભાગે પીઆઈ દીપક મિશ્રા સામે તપાસનો આદેશ કર્યો હતો.

જ્યારે આ અગાઉ રાજકોટમાં પણ સંખ્યાબંધ આરોપીઓને દોરડા તેમજ હાથકડીથી બાંધીને તેમના સરઘસ કાઢવામાં આવ્યા હતા. તેમજ અમદાવાદમાં પણ નારોલ અને વસ્ત્રાલમાં પોલીસે ગુનેગારોને દોરડાથી બાંધીને તેમના સરઘસ કાઢ્યા હતા. જો કે ભવિષ્યમાં ગુજરાતમાં ક્યાંય કોઇ પણ પોલીસ અધિકારી કોઇ ગુનેગારને બાંધીને જાહેરમાં સરઘસ ન કાઢે તે માટે ગુજરાત રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પરિપત્ર કર્યો છે.

X
Bhavnagar - ગુનેગારને હાથકડી કે દોરડાથી બાંધીને સરઘસ કાઢી શકાશે નહીં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App