• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • 23 ડિપાર્ટમેન્ટોને 1 1 લાખ ખર્ચની છૂટ આપી ભ્રષ્ટાચારના દ્વાર ખોલ્યા

23 ડિપાર્ટમેન્ટોને 1-1 લાખ ખર્ચની છૂટ આપી ભ્રષ્ટાચારના દ્વાર ખોલ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં નેક એક્રિડિટેશન માટે તા.9 ઓગસ્ટથી ટીમ આવી રહી છે અને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નેકની ટીમને ખુશ કરી દેવા માટે 23 ડિપાર્ટમેન્ટોને કલરકામ, સુશોભન અને અન્ય ખર્ચ માટે રૂપિયા 1-1 લાખની મંજૂરી શનિવારે આપી દેવામાં આવી છે. પરંતુ કામ સોમવારથી થઇ શકે તેમ હોવાથી 3 દિવસમાં આર્થિક બાબતોમાં ભ્રષ્ટાચારના દ્વાર આડકતરી રીતે ખોલી દેવાયા છે.

ભાવનગર યુનિવર્સિટીના 23 ડીપાર્ટમેન્ટોમાં નેક એક્રિડિટેશનની ટીમને સારૂ લગાડવા માટે કલરકામ, સુશોભન સહિતની બાબતો માટે એક-એક લાખ રૂપિયા ખર્ચ કરવાની પરવાનગી શનિવારે આપવામાં આવી છે. 1 લાખ ખર્ચ કરવા માટે ક્યારે ભાવ મંગાવે, ટેન્ડર મંગાવે, મંજૂર કરે તેના અંગે કોઇ આયોજન નથી. કોઇ પણ જાતના આગોતરા આયોજન વિના 23 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા આડકતરી રીતે સત્તાધિશો દ્વારા પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

બીજી તરફ મોક રાઉન્ડની ટીમે તેઓની વિઝિટના અંતિમ દિવસે ખાનગી રીપોર્ટ યુનિ.ને આપ્યો છે. અને તેમાં એકેડેમિક તૈયારીઓ અંગે નારજગી વ્યક્ત કરવામાં આવી છે, અને તત્કાળ બાબતોમાં સુધારા પણ સુચવવામાં આવ્યા છે. મોક રાઉન્ડની ટીમને શુક્રવારે બપોરે ભોજન માટે હોટલમાં લઇ જવામાં આવ્યા હતા, અને તેમાં કુલસચિવ, એકાઉન્ટ્સ ઓફિસર અને લાઇબ્રેરીયન જેવા મહત્વપૂર્ણ અધિકારીઓને બાકાત કરવામાં આવ્યા હતા તે બાબતની આજે દિવસભર કેમ્પસમાં ભારે ચર્ચાઓ રહી હતી, અને અણઘડ સત્તાધિશોના નિર્ણયોની ટીકા થઇ રહી હતી. મોક રાઉન્ડની ટીમ દ્વારા ભાવનગર યુનિવર્સિટીના અનુભવી અને વરિષ્ઠ પ્રાધ્યાપકો, કર્મચારીઓ સાથે કરવામાં આવેલા વર્તન અંગે પણ ગણગણાટ શનિવારે પણ શરૂ રહ્યો હતો, અને નેક કામગીરી દરમિયાન પણ શરૂ રહેવાની વકી છે.

30 હજારની લિમિટ હતી, 1 લાખની કરી દીધી
નેકની કામગીરી દરમિયાન ભાવનગર યુનિવર્સિટીના 23 ડીપાર્ટમેન્ટોમાં કલરકામ, સુશોભન અને અન્ય કામગીરીઓ માટે અગાઉ 30 હજારની મંજૂરી આપી હતી, અને હવે તે વધારીને 1 લાખ કરી દેવામાં આવી છે. ડૉ.એ.કુમાર, ચેરમેન, નેક પ્રિપરેશન કમીટી, એમ.કે.ભાવનગર યુનિવર્સિટી

અન્ય સમાચારો પણ છે...