33 ડિગ્રીએ ભાવનગરમાં ભાદરવાના તડકાનો પરચો

લઘુત્તમ તાપમાનમાં પણ 1 ડિગ્રીનો વધારો વરસાદી વાદળો વેરી થતા 58 ટકા ભેજ સાથે અકળાવનારો બફારો

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:45 AM
Bhavnagar - 33 ડિગ્રીએ ભાવનગરમાં ભાદરવાના તડકાનો પરચો
વેધર રિપોર્ટર ¿ ભાવનગર | 16 સપ્ટેમ્બર

ભાવનગરમાં ભાદરવા માસમાં તડકાએ પરચો આપ્યો છે. વરસાદ વેરી થયો છે અને ચોમાસુ જામતું નથી ત્યારે આજે શહેરમાં મહત્તમ તાપમાન વધીને 33 ડિગ્રી સેન્ટીગ્રેડ થતા આખો બપોર અકળાવનારી ગરમીનો અનુભવ થયો હતો.

ભાવનગર શહેરમાં ગઇ કાલે તાપમાન 32.3 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું તે આજે બપોરે વધીને 33 ડિગ્રી સેન્ટીગ્રેડના આંકે આંબી ગયું હતુ. શહેરમાં આજે 33 ડિગ્રી તાપમાનની સાથે હવામાં 58 ટકા ભેજ ભળતા આખો બપોર શહેરમાં લોકોએ અકળામણનો અનુભવ થયો હતો. લઘુત્તમ ઉષ્ણતામાન જે 24 કલાક અગાઉ 23.4 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું જે આજે લઘુત્તમ ઉષ્ણતામાન 24.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. હવામાં ભેજનું પ્રમાણ 58 ટકા રહ્યું હતુ.

X
Bhavnagar - 33 ડિગ્રીએ ભાવનગરમાં ભાદરવાના તડકાનો પરચો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App