• Home
  • Saurashtra
  • Latest News
  • Bhavnagar City
  • Bhavnagar - અત્યાધુનિક સુવિધા સાથે રેલવે ટર્મિનસ ધારણ કરશે નવાં રૂપરંગ

અત્યાધુનિક સુવિધા સાથે રેલવે ટર્મિનસ ધારણ કરશે નવાં રૂપરંગ

ન્યુ ગેટઅપ | મીટિંગ અને સેલ્ફી પોઇન્ટની થશે ખાસ સુવિધા પ્રતિક્ષાલય, પાર્કીંગ, પ્રવેશદ્વારની ડિઝાઈન બદલાશે...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:45 AM
Bhavnagar - અત્યાધુનિક સુવિધા સાથે રેલવે ટર્મિનસ ધારણ કરશે નવાં રૂપરંગ
ટ્રાન્સ્પોર્ટેશન રિપોર્ટર| ભાવનગર | 13 સપ્ટેમ્બર

ભાવનગર રેલવેના આયોજન અનુસાર ભાવનગર રેલવે સ્ટેશનને આધુનિક રંગરૂપ આપવા માટે અનેક કામો અને યોજના�ઓને પશ્ચિમ રેલવેની મંજૂરી મળી ગઇ છે. અને તે અંતર્ગત ભાવનગર ટર્મીનસનું રૂપ સમગ્રભાવે બદલાઇ જશે. ટર્મિનસના એન્ટ્રી અને એક્ઝીટના દરવાજા�અો પર શેડની વ્યવસ્થા કરવામાં આવશે, જેનાથી લોકોને તડકો અને વરસાદથી રક્ષણ મળી શકશે. આ ઉપરાંત વાહનોના પાર્કીંગની સુવિધા વધારવામાં આવશે જેમાં ચાર પૈડાંવાળી ગાડી�ઓના પાર્કીંગની સુવિધા�ઓનો પણ �ઓસ્પિશીયસ ઉમેરો થશે. સ્ટેશનના વેઇટીંગ રુમમાં પણ આધુનિક સગવડો પૂરી પાડવામાં આવશે. સ્ટેશન પર મીટીંગ પોઇન્ટ અને સેલ્ફી પોઇન્ટની સુવિધા પણ કરવામાં આવશે. સામાન્ય રીતે લોકો રે પરિસરમાં ફોટા જ પાડી શકતા નથી પરંતુ આ સુવિધાથી લોકો અહીં સુરક્ષિતભાવે અને કાયદેસરભાવે ફોટા પાડી શકશે. સ્ટેશન પર એસ્કેલેટરની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને પ્લેટફોર્મ પર 100થી વધુ કચરાપેટી�ઓ મૂકવામાં આવશે સ્ટેશન પર સીસીટીવી કેમેરાની સંખ્યા એટલી બધી વધારી દેવામાં આવશે કે સ્ટેશન પરની દરેક હિલચાલ કેમેરામાં કેદ થઇ જશે અને કોઇ પણ કાઇમ સંબંધિત બનાવ બન્યો હશે તો તેના ઇન્વેસ્ટીગેશનમાં તે તુરંત કામ લાગશે. કોઇ વસ્તુની સાદી ચોરી થશે તો પણ તે તુરંત પકડાઇ જશે.

વેઈટીંગ રૂમમાં LED TV મુકાશે

યાત્રીઓના ઉત્તમ મનોરંજન માટે સ્ટેશનના વેઇટીંગ રૂમ, વેઇટીંગ હોલ અને રિટાયરીંગ રૂમમાં એલઇડી ટેલીવિઝનની વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે કહ્યું કે માત્ર આટલા જ નહીં, આના સિવાયના પણ અનેક મોટા સુધારાઓ આ સ્ટેશન પર કરવામાં આવશે જેનાથી સ્ટેશન નવું જ આધુનિક રૂપ ધારણ કરશે.

X
Bhavnagar - અત્યાધુનિક સુવિધા સાથે રેલવે ટર્મિનસ ધારણ કરશે નવાં રૂપરંગ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App