જિલ્લામાં વાવેતરમાં 6,900 હેકટરની ઘટ

ખરીફનું પૃથ્થકરણ| બાજરાના વાવેતરમાં 4,900 હેકટરનો ઘટાડો જિલ્લામાં ગત વર્ષે વાવેતર 4,31,500 હેકટર હતું તે આ વર્ષે...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:45 AM
Bhavnagar - જિલ્લામાં વાવેતરમાં 6,900 હેકટરની ઘટ
ભાવનગર જિલ્લામાં શ્રાવણનો અંતિમ તબક્કો આવી ગયો છે અને વરસાદી માહોલ વિખાઇ ગયો છે ત્યારે ખરીફ પાકના વાવેતરમાં જોઇએ તો ભાવનગર જિલ્લામાં આ વર્ષે કુલ વાવેતર 4,24,900 હેકટરના આંકે આંબ્યું છે જે ગત વર્ષના ખરીફ વાવેતર 4,31,500 હેકટરની તુલનામાં 6,900 હેકટર �ઓછું થયું છે. ભાવનગર જિલ્લામાં વાવેતરમાં ગત વર્ષની તુલનામાં ઘટાડો થયો હોય તેવા પાકમાં બાજરો મુખ્ય છે ગત વર્ષે બાજરાનું કુલ વાવેતર 32,700 હેકટર થયું હતુ તે આ વર્ષે 4,900 હેકટર ઘટીને 27,800 હેકટર થઇ ગયું છે. તો ઘાસચારો ગત વર્ષે 65,600 હેકટરમાં વાવવામાં આવ્યો હતો તે આ વર્ષે 12,700 હેકટર ઘટીને 52,900 હેકટર થઇ ગયો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં બાજરાનું કુલ વાવેતર 43,500 હેકટર છે. એટલે કે બાજરાના સૌરાષ્ટ્રના કુલ વાવેતરના 63.90 ટકા જેવું વાવેતર એકલા ભાવનગરમાં થયું છે.

જિલ્લામાં કુલ 442 મી.મી.વરસાદ થયો

ભાવનગર જિલ્લામાં સિઝન નો કુલ વરસાદ 442 મી.મી. ઇંચ થયો છે જે ચોમાસાના કુલ વરસાદ 606 મી.મી.ના 73 ટકા થાય છે ત્યારે ખરીફ પાકનું વાવેતર તો 95 ટકાનુ વટાવી ગયું છે. ખાસ કરીને મહુવા અને તળાજા પંથકમાં સારો વરસાદ વરસી જતા કપાસ અને મગફળીનું વાવેતર વધ્યું છે.

કઠોળ-દાળના વાવેતરમાં ઘટાડો

કઠોળ આ વર્ષે વાવેતર ગત વર્ષે વાવેતર ઘટાડો

તલ 8,800 હેકટર 9,200 હેકટર -400 હેકટર

મગ 3,900 હેકટર 4,100 હેકટર -200 હેકટર

અડદ 2,200 હેકટર 2,800 હેકટર -600 હેકટર

તૂર 1,300 હેકટર 1,300 હેકટર ---------

મઠ 900 હેકટર 1,100 હેકટર -200 હેકટર

X
Bhavnagar - જિલ્લામાં વાવેતરમાં 6,900 હેકટરની ઘટ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App