તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાઇક અને બે મોબાઇલ ચોરીમાં સગીર ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : વરતેજ તાબેના નારી ચોકડી ઉપર આવેલા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પંપ પુરાવવા ગયેલા નાગધણીબાના યુવાન પેટ્રોલ ભરાવી લઘુશંકા કરવા ગયા હતા અને તે દરમિયાન જામનગરનો સગીર બાઇક હ઼કારી નાસી છૂટયો હતો.આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે સગીરની ધરપકડ કરી હતી.

વરતેજ તાબાના નાગધણીબા ગામે રહેતા રાજુભાઇ નાનુભાઇ લલ્લુવાડીયાને થોડા દિવસો પહેલા જામનગર જિલ્લાનાં લાખીયાણી ગામના સગીર સાથે ફોન પર મિત્રતા થઇ હતી અને તે નાતે તેને રાજુભાઇએ નારીરોડ ઉપર આવેલા પેટ્રોલપંપ ઉપર બોલાવતા તે ત્યાં ગયો હતો.અને સગીરે કહયું હતુ કે મારે બુધેલ ચોકડી જવુ છે.તો મને સાથે લેતા જો.દરમિયાન રાજુભાઇએ ત્યાં પેટ્રોલ ભરાવ્યું હતુ અને તે�ઓ પોતાના બાઇક ઉપર પોતાના બે મોબાઇલ મુકીને લઘુશંકા કરવા માટે ગયા હતા.

રાજુભાઇ લઘુશંકા કરીને પરત ફર્યા તે દરમિયાન લાખીયાણીનો સગીર તેના બન્ને મોબાઇલ અને બાઇક હંકારીને નાસી છૂટયો હતો. અંગે તે�ઓએ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નો઼ધાવતા પોલીસે તપાસ હાથ ધરી વરતેજ સીદસર રોડ પરથી સગીરને ચોરાઉ બાઇક સાથે ઝડપી લીધો હતો.અને પોલીસે બાઇક તથા બે મોબાઇલ કબ્જે કર્યા હતા.

યુવાન પેટ્રોલ ભરાવી લઘુ શંકા કરવા ગયો અને બાઇક ગુમ

અન્ય સમાચારો પણ છે...