• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર | ક્રિકેટ એકેડેમી સંસ્કાર મંડળ દ્વારા આયોજીત જી.એલ.કાકડીયા કપ

ભાવનગર | ક્રિકેટ એકેડેમી સંસ્કાર મંડળ દ્વારા આયોજીત જી.એલ.કાકડીયા કપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ક્રિકેટ એકેડેમી સંસ્કાર મંડળ દ્વારા આયોજીત જી.એલ.કાકડીયા કપ અંડર-19 આંતર શાળાકીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં સેન્ટ મેરીસ હાઇ. ગુજરાતી અને એલ.જી.કાકડીયા હાઇ.ની ટીમોએ મેચ જીતી સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. પ્રથમ મેચમાં સેન્ટ મેરીસની ટીમે 20 ઓવર્સમાં 5 વિકેટે 219 રન નોંધાવ્યા હતા. જેમાં જય ગોહિલના 64 દડામાં 21 ચોક્કા અને 6 છગ્ગાની મદદથી 146 રન, ફિરોઝ શેખના 18, મોહિતરાજ ગોહિલના 16 રન મુખ્ય હતા. દક્ષિણામૂર્તિ ગીજુભાઇ હાઇ.ની ટીમ 20 ઓવર્સમાં 7 વિકેટે 151 રન બનાવી શકી હતી. જેમાં સોહિલ વલીયાણીના 68 રન, રાજદીપ ગોહિલના 24, વસિમ ઉન્નડના 15 રન મુખ્ય હતા. બીજી મેચમાં જ્ઞાનમંજરી હાઇ.ની ટીમે 20 ઓવર્સમાં 7 વિકેટે 112 રન નોંધાવ્યા હતા. જેમાં યશપાલ જાનીના અણનમ 35 રન, તુષારરાજ રાઓલના 18, પ્રતિક ઠકકરના 16 રન મુખ્ય હતા. કુશ ગુપ્તાએ 4 વિકેટો ખેડવી હતી. એલ.જી.કાકડીયા હાઇ.ની ટીમે 10.3 ઓવર્સમાં 6 વિકેટે 113 રન બનાવી મેચ જીતી લીધી હતી. ધર્માદીત્ય ગોહિલના 38, ધાર્મિકના 21, કુશ ગુપ્તાના 19 રન મુખ્ય હતા. અંપાયર તરીકી જગદીશભાઇ માળી, દીલાવરખાન પઠાણે સેવાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...