તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ફાયનાન્શીયલ ટ્રાન્ઝેકશનના ફોર્મની તારીખ લંબાવી દેવાઇ

ફાયનાન્શીયલ ટ્રાન્ઝેકશનના ફોર્મની તારીખ લંબાવી દેવાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્કમટેક્ષનાકાયદા હેઠળ એન્યુઅલ ઈન્ફોર્મેશન રીર્ટનના બદલે સ્ટેટમેન્ટ ઓફ ફાયનાન્શીયલ ટ્રાન્ઝેકશનની વિગત નમુના 61 -એમાં ઇન્કમટેક્ષ કાયદા હેઠળ ઓડિટને પાત્ર હોય તેવી વ્યકિતને રૂ બે લાખથી વધારે રકમ કોઇપણ વ્યકિત પાસેથી વેચાણ અથવા સેવાના અવેજ સ્વરૂપે સ્વીકારેલ હોય તેને તા. 31-5-17 પહેલા ઓનલાઇન વિગતો રજૂ કરવાની રહેતી હતી. જે અંગે ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવેલ છે.

નમુના 61-એમાં ઉપરોકત વ્યકિત ઉપરાંત બેન્ક, કો-ઓપરેટીવ બેન્ક, પોસ્ટ ઓફિસ, બોન્ડ અથવા ડીબેન્ચર ઇશ્યુ કરનાર કંપની, રજીસ્ટ્રાર તથા સબ રજીસ્ટ્રારએ જુદા-જુદા વ્યવહારો માટેની માહિતી રજૂ કરવાની રહેતી હતી.

અા ફોર્મ ભરવાની તા. 31-5-17 થી લંબાવીને તા. 30-6 કરેલ છે. આકારણી વર્ષ 2017-18 માટેની માહિતી આપતુ ફોર્મ સમયસર રજૂ નહિ કરવાથી રોજના રૂ 100 લેખે દંડ થવા પાત્ર છે. આવા કરદાતાએ તા. 30-6 પહેલા ફોર્મ રજૂ કરી દેવા જણાવાયુ છે.

ગર્વન્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા

ફોર્મ સમયસર નહિ કરવાથી દૈિનક દંડ થશે

અન્ય સમાચારો પણ છે...