તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજથી યુનિ.માં બી.કોમ. અને કાલથી BCAમાં પ્રવેશનો આરંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર ¿ ભાવનગર | 7 જૂન

મહારાજાકૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા સાયન્સ બાદ હવે કોમર્સ વિદ્યાશાખામાં પ્રવેશ પ્રક્રિયાનો આરંભ તા.8 જૂનને ગુરૂવારથી થઇ રહ્યો છે. જેમાં ગુરૂવારથી B.Com. B.B.A.માં એડમિશનનો આરંભ થશે અને ત્યાર બાદ તા.9 જૂનને શુક્રવારથી B.C.A. B.Sc.ITની પ્રવેશ પ્રક્રિયાનો આરંભ થશે. પ્રક્રિયા ઓનલાઇન થશે અરજી યુનિ.ની વેબસાઇટ www.mkbhavuni.edu.in પર કરવાની રહેશે. મેરીટ લિસ્ટ તમામ કોલેજોને અપાશે અને વિદ્યાર્થીને પોતાની પસંદ પ્રમાણે કોલેજમાં મેરિટ મુજબ પ્રવેશ મેળવવાનો રહેશે.

ઓનલાઇન પ્રવેશમાં તા.8 જૂનને ગુરૂવારે બપોર 12 વાગ્યાથી B.Com. અને B.B.A.માં પ્રવેશનો આરંભ થશે અને B.C.A. અને B.Sc.ITમાં તા.9 જૂનને શુક્રવારે પણ બપોરે 12 કલાકથી 18 જૂન રાત્રે 8 વાગ્યા સુધી યુનિ.ની વેબસાઇટ પર અરજી કરવાની થશે. માહિતી પુસ્તિકા યુનિ.ની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. પ્રવેશ માટે નોંધણી કરાવવા રૂા.100ની ફી નેટ બેન્કિંગ અથવા એટીએમ કાર્ડથી ભરવાની રહેશે. નોંધણી કરાવ્યા બાદ પુસ્તિકામાં દર્શાવેલા હેલ્પ સેન્ટર ખાતે જરૂરી પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો સાથે તા.9 જૂનથી તા.20 જૂન દરમિયાન ચકાસણી કરાવવી ફરજિયાત છે. જે તે કોલેજો ઉપરાંત એમ.સી.એ. ભવન અને સેન્ટ્રલ લાઇબ્રેરીમાં પણ ઓનલાઇન ફોર્મ ભરી શકાય તેવી સુવિધા મળશે.

ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ડેબિટ કે ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ માટે જે મોબાઇલ ફોન નોંધાવ્યો હોય તે સાથે રાખવો જરૂરી છે. પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.29 જૂનથી સેમેસ્ટર-1નો અભ્યાસ શરૂ થશે.

પ્રવેશ માટેનું સમયપત્રક જાહેર

>યુનિ.ની વેબસાઇટ અને કોલેજોમાં મેરિટ યાદી 23 જૂન, શુક્રવાર

> કોલેજ દ્વારા પ્રથમ મેરિટ યાદી 23 જૂન, શુક્રવાર

> કોલેજ દ્વારા દ્વિતીય મેરિટ યાદી 26 જૂન, સોમવાર

> કોલેજ દ્વારા તૃતિય મેરિટ યાદી 28 જૂન, બુધવાર

> સેમે.-1નો અભ્યાસક્રમનો આરંભ 29 જૂન, ગુરૂવાર

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ની વેબસાઇટ પર તા.18 જૂન સુધી િવદ્યાર્થી ઓનલાઇન અરજી કરી શકશે

મિશન | ડોક્યુમેન્ટસ ચકાસણી માટે હેલ્પ સેન્ટર ચાલુ કરાશે

અન્ય સમાચારો પણ છે...