કચરો ઉપાડવાના મહેનતાણાના ચેકમાં લાંચ લેતા સરપંચ ઝડપાયા

એસીબીના સફળ છટકામાં સરપંચ ફસાયા

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:45 AM
Bhavnagar - કચરો ઉપાડવાના મહેનતાણાના ચેકમાં લાંચ લેતા સરપંચ ઝડપાયા
તળાજા તાલુકાના માખણીયા ગ્રામ પંચાયતના સરપંચ ગામમાં કચરો ઉપાડવાના મહેનતાણાના ચેકમાં સહી કરવા બદલ રૂા.10,000ની લાંચ લેતા ભાવનગર એસીબીએ ગોઠવેલ છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા.

માખણીયા ગ્રામ પંચાયતના ઉપસરપંચે ગામમાં કચરો ઉપાડવા માટે ગ્રામ પંચાયતમાં થયેલઠરાવ મુજબ માસીક રૂા.3500માં કામ રાખેલ હતું. જેના રૂા.38000 ગ્રામ પંચાયતમાં જમા થયેલ જે રૂપિયા

...અનુસંધાન પાના નં.13

ચેકથી લેવાના હોઈ ચેકમાં સહી કરવાના રૂા.10,000 સરપંચ ધનાભાઈ ઉર્ફે ભગત મોહનભાઈ બેલડીયાએ ઉપસરપંચ પાસે માંગ્યા હતા. જેની ફરીયાદના આધારે ભાવનગર એસીબીએ આજે એક છટકુ ગોઠવી સરપંચ તળાજા રોયલ ચોકડી પાસે મામલતદાર ઓફીસ સામે ઉપસરપંચ પાસેથી લાંચના રૂા.10,000 લેતા રંગે હાથ ધઝડપાઈ ગયા હતા. આ છટકામાં એસીબીના પી.આઈ. ઝેડ જી. ચૌહાણ તથા ટીમ જોડાઈ હતી. પોલીસે આગળની કર્યવાહી હાથ ધરી હતી.

X
Bhavnagar - કચરો ઉપાડવાના મહેનતાણાના ચેકમાં લાંચ લેતા સરપંચ ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App