વીજ બિલના નાણાં સ્વીકારવા મામલે અફવાનંુ બજાર ગરમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ફ્રાર્સ્ટ્રકચર રિપોર્ટર ¿ ભાવનગર | 28 માર્ચ

વીજકંપની દ્વારા જુની ચલણી નોટથી બિલ સ્વિકારવાના મામલે છેલ્લા બે દિવસથી સતત પુછપરછના અંતે અફવા હોવાનંુ વીજ કંપનીએ જાહેર કરાતા વીજ ગ્રાહકોમાં રાહતની લાગણી જન્મી છે.

અગાઉ રૂપિયા 500 અને 1000ની નોટ બંધ થઇ હતી, ત્યારે સ્પેશિયલ દિવસો સુધી ચોક્કસ રકમ સુધી વીજ બિલની રકમ ભરપાઇ કરવાની વીજ કંપનીઓ દ્વારા ગ્રાહકોને તક અાપવામાં આવી હતી.

દરમિયાનમાં સોશ્યલ મિડીયામાં છેલ્લા ત્રણેક દિવસથી ફેલાયેલા સમાચારોમાં બે દિવસ રૂપિયા 500 અને 1000ની જૂની નોટથી બિલ સ્વિકારવામાં અાવશે, તેવા પ્રકારના સમાચાર ફેલાતા ગ્રાહકોમાંથી સતત પુછતાછ શરૂ થઇ હતી.

અા મામલે વીજ કંપની દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડીને આવી વાતમાં કોઇને ભરમાવંુ નહીં તેવા પ્રકારનો પરિપત્ર બહાર પાડ્યો છે.

અંગે ચીફ એન્જિ. તન્નારાણાએ જણાવ્યંુ હતંુ, કે રૂપિયા 500/1000ની નોટ સ્વિકારવામાં નહીં આવે, કોઇ ગ્રાહકોએ વાતથી ભરમાવંુ નહીં. અફવા છે.

અન્ય સમાચારો પણ છે...