4000 વિદ્યાર્થીઓેએ મેળવી સુરક્ષા- સલામતીની તાલીમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા દ્વારા ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ઉપક્રમે શાળાની સલામતીના હેતુથી ગુજરાત શાળા સલામતી કાર્યક્રમ હેઠળ ભાવનગર શહેરની તથા તાલુકા લેવલની પ્રાથમિક શાળાઓ, માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક 16 શાળાઓમાં 3934 વિદ્યાર્થીઓને તથા શિક્ષકોને ફર્સ્ટ એઇડ તાલીમ તથા લાઇવ ડેમોસ્ટ્રેશન આપવામાં આવેલ. કુદરતી તથા માનવસર્જિત આફતો સમયે પ્રાથમિક સારવારનુ મહત્વ, પાટા બાંધવાની વિવિધ રીતો, અતિવૃષ્ટિમાં બચાવ કાર્યમાં મદદરૂપ થવુ, આગ, શોર્ટ સર્કિટ જેવા અકસ્માતોમાં બચાવ કાર્ય, ઇમરજન્સીમાં સ્ટ્રેચર કઇ રીતે બનાવવુ અને દર્દીને સારવાર માટે હોસ્પીટલમાં પહોંચાડવો વિ તાલીમ અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...