• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સ્વાધ્યાય પરિવાર છ કેન્દ્રોમાં 40000 કાર્યકરો અને બે વૃક્ષમંદિરો દ્વારા આજે દીદીનો જન્મ દિવસ ઉજવા

સ્વાધ્યાય પરિવાર-છ કેન્દ્રોમાં 40000 કાર્યકરો અને બે વૃક્ષમંદિરો દ્વારા આજે દીદીનો જન્મ દિવસ ઉજવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ભારત જ નહિ, વિશ્વભરમાં અનેકવિધ રચનાત્મક કાર્યો દ્વારા એક આગવુ સ્થાન સ્થાન ધરાવનાર સ્વાધ્યાય પરિવારના પ્રણેતા અને શ્રધ્ધેય પરમ પૂજય પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે (પૂ.દાદાજી)ના સુપુત્રી શ્રીમતી ધનશ્રી (જયશ્રી)તળવલકરના જન્મ દિવસની આગામી તા. 12-7 ના રોજ 60 માં જન્મદિવસની સ્વાધ્યાય પરિવારના6 કેન્દ્રના 40000 કૃતિશીલો અને બે વૃક્ષમંદિરો દ્વારા પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.

પૂ.દાદાજીએ સ્વાધ્યાયના પ્રેરણાદાયક કાર્યો દ્વારા વિશ્વભરમાં એક આગવુ સ્થાન પ્રાપ્ત કર્યુ છેે. લાખો લોકોના હૃદયસમ્રાટ અેવા પૂ. દાદાજીએ અતુલનીય વૈશ્વિક કાર્ય કરી લાખો લોકોનો એક સ્વાધ્યાય પરિવાર બનાવ્યો છે. પિતાના ધ્યેયને વિસ્તારે તે સંતાન તે ઉકિતને સાર્થકકરી પૂ. દાદાજીના સુપુત્રી જયશ્રીદીદી પૂ. દાદાજીના આ કાર્યોને વિસ્તારવા અવિશ્રાંત પરિશ્રમ કરી રહ્યા છે. પૂ. દાદાજીએ ભગવાન અને શ્રુતિ (વેદ) જેટલો વિશ્વાસ યુવાવર્ગ પર મુક્યો અને સ્વાધ્યાય કાર્ય શરૂ કર્યુ પૂ. દીદીએ પણ તે જ પગલે ચાલી યુવાવર્ગને પાસે લઇ તે કાર્ય અનેકગણું વિસ્તાર્યુ છેેે.

પૂજય દીદીના જન્મ દિવસ નિમીત્તે તા. 12-7 છે. પૂ. દીદીજીનો જન્મ દિવસ ઉજવવા સ્વાધ્યાય પરિવારે વર્ષ દરમિયાન જુદા જુદા માનવ પુંજમાં કામ કર્યુ,મેર,ચૌધરી,વનવાસી,કોળીપટેલ વ. પુંજોમાં વર્ષ દરમિયાન હજારો સ્વાધ્યાયીઅોએ લાખો લોકોનો સંપર્ક કરી તેઅોને ત્રિકાળ સંધ્યાની વાત કરી વિશ્વના ખુણે ખુણે ફરીને દીદીજી સ્વાધ્યાયીઓને પ્રત્યક્ષ મળીને દાદાજીનું કાર્ય સમજાવી રહ્યા છે.તા. 12-7 ના પૂ. દીદીજીના જન્મદિન નિમીત્તે સ્વાધ્યાય પરિવારનું પ્રત્યેક કુટુંબ તેમના ઘરે એક વૃક્ષ, છોડ (બાલતરૂ) વાવે છે સાથે શ્રીસૂકતમ અને નારાયણોપનિષદનું પારાયણ કરે છે. સાંજે બધા તેમના કેન્દ્ર,ગૃપ સ્તરે એકત્ર થઇ દીદીજીના જન્મદિવસની ઉજવણી કરશે. ભારતના 17 રાજયો અને વિશ્વના 23 દેશોમાં રહેલો સ્વાધ્યાય પરિવાર એક જ પધ્ધતિથી ઉજવણી કરશે.

અન્ય સમાચારો પણ છે...