દેશી તમંચા સાથે શખ્સ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | આગામી રથયાત્રા શાંતીપુર્ણ માહોલમાં યોજાય તે માટે ભાવનગર શહેર તથા જીલ્લામાં ગેરકાયદેસર ફાયર આર્મ્સ રાખતા ઇસમોને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકે સુચના આપતા ભાવનગર એસ�ઓજી ટીમે બાતમી આધારે આજરોજ હનીફ ઉર્ફે હનીફ લાઇન સુલતાનભાઇ સૈયદ ( રહે.તેલઘાણી કેન્દ્ર,મેઘાણી સર્કલ ) વાળાને કુંભારવાડા સર્કલ પાસેથી એક ગેર કાયદેસરની દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડી તેના વિરૂદ્ધમાં એસ�ઓજી શાખાના પોલીસ કોન્સ્ટેબલ સોહિલભાઇ ચોકીયાએ આર્મ્સ એકટ હેઠળ ફરિયાદ આપી ડી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે અને બનાવની વધુ તપાસ એસ�ઓજી શાખાના હેડ કોન્સ્ટેબલ જગદીશભાઇ મારૂ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...