તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર્દી સેવા :150 દર્દીઓને ઇડલી-સંભાર અપાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ પરમાર્થ ફાઉન્ડેશન દ્વારા અંતરીયાળ ગામો માંથી અને ભાવનગરના આજુ બાજુના ગામમાંથી બિમાર અને જરૂરીયાતમંદ લોકો ઇલાજ કરાવવા ભાવનગરમાં સર ટી.હોસ્પીટલમાં આવ્યા હોય છે એક બાજુ બીમારી અને આર્થિક અગવડતાથી પીડાતા હોય છે.અને મોંધી દવા, રીપોર્ટ અને મોંધવારીમાં બીમારી આવી હોય ત્યારે જરૂરીયાતમંદ દર્દીઓની સેવા અર્થે સેવાભાવના નેજા હેઠળ ઇડલી સંભારનો નાસ્તો વિનામૂલ્યે આપીને અનોખી સેવાની પુરી પાડી રહ્યા છે. તા.29ના રોજ ગુણવંતભાઇ જોશી પરીવાર દ્વારા સર ટી.હોસ્પીટલમાના 150 દર્દીઓને વિનામૂલ્યે ઇડલી સંભાર નાસ્તો પરમાર્થ ફામર્સી ફાઉન્ડેશન હાઇકોર્ટના નેજા નીચે આપવામાં આવશે. સર ટી હોસ્પીટલમાં જરૂરતમંદ દર્દીઓને દવા નાસ્તો તેમજ પ્રસૃતા બહેનોને શુધ્ધ ધીનો શીરો દરરોજ આપવામાં આવે છે.પરમાર્થ ફામર્સી ફાઉન્ડેશન દ્વારા રોજરોજ આવી સેવાની ભાવના સાથે કાર્ય કરી રહી છે. ત્યારે આ સેવામાટે દાતાઓની પણ જરૂરીયાત હોય છે. તેથી દાતા બનવા માટે પરમાર્થ ફાઉન્ડેશન ફાર્મસી હાઇકોર્ટ રોડ હેડ પોસ્ટ ઓફીસ સામે ભાવનગર ફોન નં.2520100નો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...