તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • હેલન કેલરની 138મી જન્મજયંતિની વિશેષ વાર્તાલાપ સાથે અનોખી ઉજવણી

હેલન કેલરની 138મી જન્મજયંતિની વિશેષ વાર્તાલાપ સાથે અનોખી ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ રાષ્ટ્રીય અંધજન મંડળની ભાવનગર જિલ્લા શાખા અને કૃષ્ણકુમારસિંહજી અંધશાળા દ્વારા તાજેતરમાં શાળાના પ્રાર્થનાહોલમાં જીવન એક યાત્રા-વિશિષ્ટ વાર્તાલાપ યોજી હેલન કેલરની 138 મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતલ. આ પ્રસંગે વકતા એવા સંચાલક લાભુભાઇ સોનાણીએ મલ્ટીપલ વિકલાંગતા ધરાવતી હેલન કેલરના જીવનને યાદ કરી આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આર્યોના 16 સંસ્કારની માહિતી આપી પરંપરાગત સંસ્કૃતિને જીવંત બનાવવા પર ભાર મુક્યો હતો.બાદ તે�”એ મહાત્મા ગાંધી, નરસિંહ મહેતા જેવા વિશિષ્ટ અને મહાન માનવી�ઓના જીવનના ઉદાહરણ આપી માનવીનું જીવન કેવું હોવું જોઇએ તેની વિસ્તૃત માહિતી આપી રસ્કિનનો સર્વોદયનો સિધ્ધાંત,સમાન વ્યવસાય, ખરો શ્રમ ખેડૂતનો અને સર્વના ભલામાં મારૂ ભલુ જેવા ઉદાહરણો સાથે સમજાવ્યો હતો.આ પ્રસંગે અંધશાળાના માનદ મંત્રી મહેશભાઇ પાઠક, ટ્રેઝરર પંકજભાઇ ત્રિવેદી, આચાર્ય ઘનશ્યામભાઇ બારૈયા, ટ્રસ્ટી નીલાબેન સોનાણી, સંમિલિત શિક્ષણ યોજનાના વિશિષ્ટ અને શાળાના શિક્ષકો તેમજ બંને સંસ્થાના કર્મચારી�અો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...