નંદકુંવરબા બાલાશ્રમના 100 વર્ષની ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રજવાડા વખતની ઐતિહાસિક વિરાસત પૈકીના એક નંદકુંવરબા બાલાશ્રમને 100 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે. ઈતિહાસ મુજબ મહારાજા ભાવસિંહજીના સમયમાં ભાવનગરના ગંગાજળિયા તળાવ િવસ્તારમાંથી એક નવજાત શિશુ મળી આવતા તા.6-1-1918ના દિવસે મહારાણી નંદકુંવરબાના સૂચનથી અહીં બોરતળાવ સામે બાલાશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. અત્યારે રોશનીના શણગારથી ઝગમગાટ કરવામાં આવી રહ્યો છે. તરછોડી દીધેલા બાળકોને યોગ્ય રીતે ઉછેરીને તેને જવાબદાર નાગરિક બનાવવાના હેતુથી પ્રારંભ કરાયો હતો. અહીં ઘોડિયું રાખીને ત્યાં ઘંટ વગાડતા શિશુને કોઈ સુવડાવી ગયાની જાણકારી પણ મળતી હતી.

અન્ય સમાચારો પણ છે...