તબીબો નડાબેટ સરહદ સુધી સાઈકલ યાત્રા કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ અને બનાસકાંઠા વચ્ચે ભારત-પાકિસ્તાનની બોર્ડર નડાબેટ સુધી ભાવનગરથી સાઈકલયાત્રા યોજાશે. તા.20થી26 જાન્યુઆરી સુધી યોજાનાર કાર્યક્રમમાં તંદુરસ્ત જીવનશૈલીની જાગૃિત ફેલાવવાનો આશય રહેશે. મેડિકલ કોલેજ, મેડિકલ એસોસિયેશન અને એનએમઓ યુનિટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

ડો.ચિન્મય શાહે િવગતો આપતા જણાવ્યું કે, તબીબો દ્વારા સ્વામી વિવેકાનંદ હેલ્ધી લાઈફ સ્ટાઈલ એવેરનેસ નામથી બાઈસિકલ યાત્રા ગોઠવવામાં આવી છે. જેનો પ્રારંભ તા.20ને શનિવારે ભાવનગરથી થશે. પ્રથમ દિવસે 61 કિલોમીટર અંતર કાપીને ધોલેરા સુધી પહોંચવાનું આયોજન છે. ત્યાબાદ ક્રમશ: નળ સરોવર થઈને સૂઈગામ અને નડાબેટ પહોંચાશે. ત્રણેય સંસ્થાઓના સંકલન સાથે સદ્દભાવના હોસ્પિટલ અને શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સહયોગ સાંપડ્યો છે. તેના માટે ડો.નરેન્દ્ર પાલિવાલ-9227500879, ડો.દર્શન શુકલ, ડો.મૌલિક પરીખનો સંપર્ક કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...