ઉતરાયણમાં પિયર જવાની ના પાડતા પરિણીતાએ ફાંસો ખાધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર ¿ ભાવનગર | 17 જાન્યુઆરી

ભાવનગર શહેર અને િજલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને મહિલા�ઓ સહનશક્તિના મામલે અશક્ત બની જિંદગી ટૂંકાવી દેવાના અનેક બનાવો બનવા પામ્યા છે ત્યારે ભાવનગર શહેરમાં વધુ એક બનાવમાં ઉતરાયણ પર્વ ઉપર પિયર જવા માટે મહિલાએ તેમના પતિને જણાવતા અને પતિએ હમણાં નહિ પછી જજે તેમ કહેતા પત્નીને લાગી આવતાં તેણે ઘરમાં એકલી હતી તે વખતે બાથરૂમમાં જઈ જિંદગી ટૂંકાવી લીધી હતી.

ભાવનગરના ચિત્રા-સિદસર રોડ પર રહેતા જાગુબેન જગદિશભાઈ સોલંકી (ઉં.વ.30)ને ઉતરાયણ પર્વ ઉપર પોતાના પિયર ઘોઘા તાબેના ભવાનીપુર મોરચંદ ગામે જવુ હતુ જે અંગે પતિએ હમણા નહીં પછી જઈ આવજે તે�મ કહેતા પરિણીતાને લાગી આવતાં આજરોજ ઘરમાં તે�ઓ એકલા હતા તે વખતે બાથરૂમમાં જઈ ફાંસો ખાઈ લેતા તે�ઓને બેભાન હાલતે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...