કમુહૂર્તા પૂર્ણ, લગ્ન માટે મુહૂર્ત 5 ફેબ્રુઆરીએ!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તા.12 ડિસેમ્બરે લગ્નના છેલ્લા મુહૂર્ત બાદ હવે 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના પર્વ બાદ ધનારક કમુહૂર્તા તો પૂર્ણ થઇ ગયા છે પણ વિક્રમ સંવત 2074ના શરૂ થયેલા નવા વર્ષમાં લગ્નના મુહૂર્ત નો છેક તા.5 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. આ વર્ષમાં 49 દિવસ જ લગ્ન માટે શુભ મુહૂર્ત છે., જેમાંથી 10 દિવસ પૂર્ણ થતાં હવે પછી વર્ષમાં ફક્ત 39 દિવસ મુહૂર્ત રહેશે. જેમાં જાન્યુઆરી મહિનામાં 14 જાન્યુઆરી સુધી ધનારક કમૂરતાં છે અને ત્યારબાદ 1 ફેબ્રુઆરી સુધી શુક્રનો અસ્ત છે અને પ્રથમ મુહૂર્ત તો છેક 5 ફેબ્રુઆરીએ આવે છે. તેની સાથે મે મહિનામાં 12મીએ છેલ્લુ મુહૂર્ત ત્યારબાદ અધિ ક જેઠ મહિનાને કારણે લગ્નો નથી.

તા.14 જાન્યુઆરીને રવિવારે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થતા ધનારક કમુહૂર્તા તો પૂર્ણ થયા છે. દર વર્ષે ધનારક પૂર્ણ થતાની સાથે જ શિયાળુ લગ્નોત્સવ પૂરબહારમાં ખિલિ ઉઠે છે પણ આ વર્ષે શુક્રનો અસ્ત હોવાથી માગશર વદ 14થી મહા વદ-1 એટલે કે તા.1 ફેબ્રુઆરી સુધી કમુહૂર્તા છે. નવા વર્ષમાં લગ્નના મુહૂર્તના દિવસો 49 છે.

આ વર્ષે લગ્નના મુહૂર્ત
મહિના તારીખ

ફેબ્રુઆરી 5,6,7,18,19,20

માર્ચ 3,4,5,6,8,12

એપ્રિલ 19,20,24,25,26,27,28, 29

મે 1,3,4,5,8,11,12

જૂન 18,23,29

જુલાઇ 1,2,5,6,7,10,15

જૂન માસમાં માત્ર 3 મુહૂર્ત શુભ
એપ્રિલની 14 તારીખે ફરી લગ્નો શરૂ થશે જેમાં પ્રથમ મુહૂર્ત 19 એપ્રિલે છે. 15 મેના રોજ અધિક મહિનાના કારણે 15 જુન સુધી બંધ રહેશે. જુન મહિનામાં માત્ર ત્રણ જ દિવસ લગ્નો છે. જુલાઈ મહિનામાં 22મીએ બપોરે 2.49 કલાકે દેવશયની એકાદશીથી સંવત 2074ના લગ્નો ના મુહૂર્ત નો અંત આવશે.

અન્ય સમાચારો પણ છે...