િજલ્લા પંચાયતની તમામ માહિતી અાંગળીના ટેરવે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર જિલ્લા પંચાયતની તમામ માહિતી હવે આંગળીના ટેરવે મળી રહેશે, પંચાયત દ્વારા તા. 18 જાન્યુઆરીના રોજ મળનારી સાધારણ સભામાં તેનંુ લન્ચિંગ કરવામાં આવશે. આ ઉપરાંત દરેક સભ્યોને લેપટોપ પણ આપવામાં આવશે.

િજલ્લા પંચાયતની સાધારણ સભા તા.18/1/18, ગુરૂવારે સવારે 11.30 કલાકે, પ્રમુખના સંજયસિંહના અધ્યક્ષ સ્થાને મળશે, જેમાં જુદા જુદા કામોમાં ચર્ચા વિચારણા કરીને બહાલી આપવામાં આવશે. આ ઉપરાંત િજલ્લા પંચાયતના વહીવટી વિભાગોને લગત તમામ માહિતી લોકોને મોબાઇલમાં મળી રહે તેવા હેતુસર મોબાઇલ એપ્લીકેશન બનાવવામાં આવી છે, જેનંુ લોન્ચિંગ કરવામાં આવશે. તેમજ તમામ સભ્યો લેપટોપની સુવિધા આપવામાં આવી છે, જે સભ્યો તેના મત વિસ્તારોમાં પણ અરજદારો સાથે બેસીને િજલ્લા પંચાયત સબંધિત કોઇ પણ માહિતી શેર કરી શકશે. આ સિવાય પણ મહેકમ, મહેસુલી, હીસાબી અને બાંધકામ શાખાના નવા બાંધકામમાં પ્રવેશ કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...