વાલ્મિકી કિવઝ કોન્ટેસ્ટ દ્વારા ઇનામ વિતરણ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ભાવનગરની જુદી જુદી શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વાલ્મિકી સમાજના વિદ્યાર્થીઓ માટે જનરલ નોલેજની પરીક્ષા યોજાઇ હતી. જેમા 162 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તે વિદ્યાર્થીનો ઇનામ તથા વિશિષ્ટ વ્યકિત સન્માન સમારોહ તાજેતરમાં ડો.બાબાસાહેબ આંબેડકર ભવન પાનવાડી ભાવનગર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થી વાલી અને સમાજ બંધુઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સમારોહનુ સંચાલન મહેશ સરવૈયા અને રોહિત મકવાણાએ કર્યુ હતુ. આ સન્માન સમારોહને સફળ બનાવવા મહેશભાઇ વિ.એ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...