જીમના સંચાલકોએ મહિલા કર્મી સાથે કર્યા અડપલા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર | ભાવનગર | 14 જુલાઇ

શહેરના કાળીયાબીડ વિસ્તારમાં બ્યુટીપાર્લર ચલાવતી મુળ તલોદ ગામની મહિલા શહેરના વાઘાવાડી રોડ પર આવેલ એક જીમમાં પણ ફરજ બજાવે છે. તેણી સાથે જીમના સંચાલકોએ તુ મસ્ત લાગે છે કહી તેણીના શરીર સાથે અડપલા કરતા અને ગાળો આપી જ્ઞાતિ વિશે અપમાનીત કરાતા મહિલાએ જીમના બંને સંચાલકો વિરૂદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

એ ડીવીઝન પોલીસ મથકમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મુળ તલોદના વતની અને હાલ કાળીયાબીડ ખાતે રહેતા અને વાઘાવાડી રોડ પર આવેલ અર્જુન જીમમાં ફરજ બજાવતા શુભાંગનીબેન જેન્તીભાઇ પરમારે અર્જુન જીમના સંચાલકો અમીતભાઇ થાવરાણી અને કમલેશ ચંદાણી નામના શખ્સો સામે નોંધાવેલ ફરીયાદમાં જણાવેલ છે કે ઉપરોકત બંને સંચાલકોએ તુ મસ્ત લાગે છે કહી તેણીના શરીર સાથે અડપલા કરતા અને અમારે અહીંયા ઘણા લોકો છે તુ એકલી રહે છે માટે અમારૂ કાંઇ નહિ બગાડી શકે કહી તેણીને બિભત્સ ગાળો આપી જ્ઞાતિ વિશે અપમાનીત કરાતા આ અંગે મહિલાએ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...