પવનની ઝડપ 16 કિ.મી. વધતા તાપમાનમાં 4.1 ડિગ્રીનો ઘટાડો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર ¿ ભાવનગર | 4 જૂન

ભાવનગર શહેરમાં ગઈકાલે 42 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આકાશમાંથી અગનગોળા વર્ષ બાદ રવિવારે મોડીરાત્રે અને આજે વહેલી સવારે સરેરાશ 22 કિલોમીટરની તોફાની ઝડપે પવન ફૂંકાવાનો શરૂ રહેતા શહેરમાં 24 કલાકમાં તાપમાનમાં 4.1 ડિગ્રી સેન્ટીગ્રેડનો નોંધપાત્ર ઘટાડો થયો છે અને સાંજના સમયે આ પવનને લીધે ગરમીમાંથી થોડી રાહતનો અનુભવ ભાવેણાવાસી�ઓને થયો હતો.

ભાવનગર શહેરમાં આજે સવારથી જ 22 કિલોમીટરની ઝડપે પવન શરૂ થયો હતો અને આખો દિવસ આ તોફાની પવન શરૂ રહ્યો હતો. ગઈકાલે શહેરમાં છ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો અને સાથે 42 ડિગ્રીએ દાહક ગરમીનો અનુભવ થયો હતો પણ વહેલી સવારથી પવનની ઝડપ વધતા આજે મહત્તમ તાપમાનમાં 4.1 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડા સાથે આજે બપોરે તાપમાન 37.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. આથી ભાવેણાવાસી�”એ આજે સાંજના સમયે ગરમીમાંથી થોડી રાહતનો અનુભવ કર્યો હતો વેકેશન હોય સાંજના સમયે પવનની મજા માણવા નગરજનો સર્કલો અને બગીચા�ઓમાં ઉમટી પડ્યા હતા.

ભાવનગર શહેરમાં રાત્રે નું લઘુતમ ઉષ્ણતામાન વધી ને ફરી એકવાર 29 ડિગ્રી સેન્ટિગ્રેડ ના આંકને આંબી ગયું છે તો હવામાં ભેજનું પ્રમાણ ગઈકાલે ઘટીને 28% થઈ ગયું હતું તે આજે 30 ટકા વધીને 58% નોંધપાત્ર આંકને આંબી ગયું હતું જેથી બપોરના સમયે બફારો અનુભવાયો હતો. આમ શહેરમાં તોફાની પવન ફૂંકાતા મહત્તમ તાપમાનમાં માત્ર ૨૪ કલાકમાં 4.1 ડિગ્રી સેન્ટીગ્રેડનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...